CORONA વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈ માં સારા સમાચાર આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની CORONA ના રસી કોવેક્સીન (COVAXIN) ની 2 થી 18 વર્ષની ઉંમરના બાળકો પર બીજા/ત્રીજા ફેઝની ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર રસીની ટ્રાયલ કરશે.
Drugs Controller General of India (DCGI) approves Phase II/III clinical trial of COVAXIN in the age group of 2 to 18 years. Bharat Biotech to conduct trials in 525 healthy volunteers pic.twitter.com/ibxAW97bAc
— ANI (@ANI) May 13, 2021
જણાવ્યા મુજબ ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરશે. તે 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર કરવામાં આવનારૂ કોવેક્સિનનું ફેઝ-2 અને ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ હશે. ટ્રાયલ દરમિયાન વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ 28 દિવસ ના અંતરે આપવામાં આવશે.
ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર ની આશંકા
ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. તેમાં દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ ભાંગી પડી છે અને ચારે બાજુ તબાહી જોવા મળી રહી છે. આ સંજોગોમાં નિષ્ણાતોએ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે જેમાં બાળકો પર સૌથી વધારે અસર થશે તેમ કહ્યું હતું.
વૈજ્ઞાનિકોની ચેતવણી બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સવાલ કર્યો હતો. અનેક રાજ્ય સરકારોએ અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. વેક્સિન પર જ સૌથી વધારે આશા છે.
શું તમે 18+ ના છો, તો જાણો વિગતવાર ક્યાં અને કઈ રીતે કરાવશો રેજીસ્ટ્રેશન