75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશની દીકરીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું કે, ‘દેશના તમામ Soldier School ને દીકરીઓ માટે ખોલવામાં આવશે. દેશની Soldier School માં હવે દીકરીઓ પણ ભણશે.’ PM મોદીએ દેશને સંબોધિત કરતા જણાવ્યું કે, ‘મને કેટલીક ભલામણો મળી હતી કે, દીકરીઓ પણ Soldier School માં અભ્યાસ કરવા ઇચ્છે છે. બે-અઢી વર્ષ પહેલાં મિઝોરમમાં Soldier School માં પ્રયોગની રીતે દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય કર્યો હતો. હવે દેશની તમામ Soldier Schoolોમાં દીકરીઓનું પણ એડમિશન કરવામાં આવશે. તેને દીકરીઓ માટે પણ ખોલવામાં આવશે.’
दो-ढाई साल पहले मिजोरम के सैनिक स्कूल में पहली बार बेटियों को प्रवेश देने का प्रयोग किया गया था।
अब सरकार ने तय किया है कि देश के सभी सैनिक स्कूलों को देश की बेटियों के लिए भी खोल दिया जाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
પીએમ મોદીએ દેશના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યાં
અત્રે મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને 75માં સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી.. તેમણે લાલ કિલ્લા પરથી સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં આજથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલુ થઈ છે. પીએમ મોદીએ મહાત્મા ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, રાણી લક્ષ્મીબાઈ, પંડિત નહેરૂ, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની મહામારી સામે આપણો દેશ લડાઈ લડી રહ્યો છે. આપણા દેશના ડોક્ટર્સ, વિજ્ઞાનિકોએ રસી બનાવવાનું કામ કર્યુ છે.
ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનું તાળી વગાડી સન્માન કર્યું
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનું તાળી વગાડી સન્માન કર્યું. તેમણે જણાવ્યું કે, ખેલાડીઓએ આજે દેશનું સન્માન વધાર્યું છે.
दो-ढाई साल पहले मिजोरम के सैनिक स्कूल में पहली बार बेटियों को प्रवेश देने का प्रयोग किया गया था।
अब सरकार ने तय किया है कि देश के सभी सैनिक स्कूलों को देश की बेटियों के लिए भी खोल दिया जाएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021
૧૪મી ઑગસ્ટે હવેથી પ્રત્યેક વર્ષે ‘વિભાજન ત્રાસદી સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવશે
પીએમ મોદીએ કહ્યુ કે, ભારત ૧૫મી ઓગસ્ટે આઝાદ થયો તે પહેલાં તેનું બે રાષ્ટ્રોમાં વિભાજન થયું હતું. વિભાજનના આ સમય દરમિયાન ભયાનક રમખાણો ફાટી નીકળ્યા હતા. લાખો લોકોએ તેમના ઘરબાર છોડવા પડયા, જમીન, માલ, મિલકત બધું જ જેમનું તેમ મુકીને ભાગવું પડયું. લાખો લોકોએ તેમના જીવ ગુમાવ્યા. વિભાજનની આ ત્રાસદી ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આથી ૧૪મી ઑગસ્ટે હવેથી પ્રત્યેક વર્ષે ‘વિભાજન ત્રાસદી સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવશે.
દેશમાં 54 કરોડથી વધારે લોકોએ રસીનો ડોઝ લીધો
આજે આપણા દેશમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન તેજી સાથે આગળ વધી રહ્યું છે. દેશમાં 54 કરોડથી વધારે લોકોએ રસીનો ડોઝ લીધો છે. કોવિન એપ દ્વારા રસીકરણનું સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. જેના વખાણ દુનિયા આજે કરી રહી છે. અન્ય દેશની તુલનામાં આપણા દેશમાં ઓછા લોકો સંક્રમતિ થયા છે. કોરોના સામેની લડાઈમાં આપણી સામે અનેક પડકાર હતાં.
PM મોદીનો નવો મંત્ર – ‘નાનો કિસાન બને દેશની શાન’
પીએમ મોદીએ કહ્યુ કે, દેશના નાના ખેડૂતોની સામૂહિક શક્તિને વધારવી પડશે. દેશના વિભિન્ન ભાગમાં વેરહાઉસ બનાવવામાં આવી રહ્યા છે. નાના ખેડૂતોના વિકાસ માટે કિસાન રેલ ચલાવવામાં આવી રહી છે. નાના ખેડૂતોના ઉત્પાદનને આજે કિસાન રેલ દ્વારા દેશના વિવિધ ભાગમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, હવે નવો મંત્ર ‘નાનો કિસાન બને દેશની શાન’ આપવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી નેશનલ હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં ઉર્જા માટે 12 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે કામ જરૂરી છે. દેશમાં પર્યાવરણની દિશામાં થઈ રહેલા પ્રયાસનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.