આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર (Second Monday of Shravan) છે. ત્યારે આજે મહાદેવનાં ભક્તોને મન ગુજરાતનાં પ્રથમ જયોતિર્લિંગ Somnathદાદાનાં (Somnath Mahadev live darshan) દર્શન કરવાની અનોખી મહિમા હોય છે. આજે સવારથી જ રાજ્યભરનાં તમામ શિવાલયોમાં ભક્તો શિવનાં દર્શન અને પૂજન કરવા પહોંચ્યા છે. ત્યારે આજે આપણે પણ ઘરે બેઠા જ Somnath દાદાનાં દર્શન કરીશું. નોંધનીય છે કે, Somnath Mahadev મંદિર ખાતે દર્શનાર્થે શ્રાવણ માસમાં આવનાર ભાવિકો કોરોના મહામારીની સાવચેતી અને ભીડ વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે પાસ પ્રથા અમલી બનાવવામાં આવી છે.
આ રીતે મેળવો દર્શનના પાસ
મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે મંદિર સામેના જૂના પથિકાશ્રમ મેદાનમાં ખાસ 4 વિન્ડો ખોલવામાં આવી છે.
લોકો સોશ્યલ ડીસ્ટન્શન જાળવી પાસ મેળવી શકે તેવી વ્યવસ્થાઓ કાર્યરત થઇ છે. આ બુકીંગ કચેરીમાં સવારે 4 વિન્ડો અને બપોરે બે વિન્ડો ખુલશે. જરૂર પ્રમાણે વધારો પણ કરાશે. જે લોકોએ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરાવ્યું હશે તેઓ પોતાની કોમ્પ્યુટર સ્લીપ અથવા મોબાઇલમાં તેઓની સ્લીપ બતાવી દર્શન માટે પ્રવેશ મેળવી શકશે.
પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ – અલગ
પ્રવેશ પાસના કલર દરેક દિવસે અલગ – અલગ રહેશે. આ સાથે અડધો કલાકના સ્લોટમાં એ પાસમાં તારીખ અને સમય પણ લખાયો હશે અને ફેમીલી હોય તો એક પાસમાં પાંચ વધુમાં વધુ વ્યકિત દર્શન પાસ મેળવી શકે છે. જે લોકો બહાર ગામના હોય અને ઓનલાઇન બુકીંગ ન કરાવ્યું હોય તે લોકો સ્થાનિકેથી પાસ મેળવી શકશે. Somnath ટ્રસ્ટના અતિથીગૃહમાં ઉતરેલા ભાવિકો અતિથીગૃહ બુકીંગ ઓફિસ ખાતેથી પણ બીજા દિવસના દર્શનનો પાસ મેળવી શકશે. બુકીંગ કચેરીના મેનેજમેન્ટ માટે બે સીફટમાં સુપરવાઇઝરો ટીમો ગોઠવાઇ છે.
માણસના મૃત્યુ પછી આત્માને આ મંદિરે હાજરી આપવી જ પડે છે,આવું કેમ ? જાણો આ અદ્ભુત રહસ્ય
મહાદેવને ત્રિરંગા કલરના પુષ્પો અને પાઘડીનો શણગાર
સ્વતંત્રતા પર્વે Somnathમાં પણ દેશભક્તિના રંગ દેખાયો
નોંધનીય છે કે, દેશભરમાં 75માં સ્વતંત્રતા પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામા આવી રહી હતી. ત્યારે ગુજરાતનાં પ્રથમ જયોતિર્લિંગ Somnathમાં પણ દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. મંદિરમાં સાંય આરતી દરમિયાન મહાદેવને ત્રિરંગા કલરના પુષ્પો અને પાઘડીનો શણગાર કરવામા આવ્યો હતો. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગઇકાલે Somnath મંદિર પરિસરમાં ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા સહિતના કર્મચારીઓની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં Somnath મંદિરના સુરક્ષા વિભાગના અધિકારીઓએ હાજર રહી સલામી આપી હતી. ત્યારબાદ સાંજના સમયે મંદિરમાં થતી સાંય આરતી દરમિયાન Somnath મહાદેવને આજે 15મી ઓગસ્ટ હોય સાંજે સાંય આરતી સમયે Somnath મહાદેવને કેસરી, સફેદ અને લીલા રંગના પુષ્પો અને ત્રિરંગા કલરની પાઘડીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.