6G પર કામ ચાલુ છે, તો શુ 6G આવતા દુનિયા આખી બદલાઈ જશે?
ભારતના નિષ્ણાંતો આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સ (AI) ની સાથે આવનારી પેઢીની ટેલીકમ્યુનીકેસન ટેકનોલોજી (5G), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) અને બિગ ડેટા જેવી મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકીના વિકાસ પર કામ કરી રહ્યા છે. તો બીજી બાજુ વિકસિત દેશો આગલી પેઢીના ટેલિકમ્યુનિકેશન નેટવર્કમાં ગોપનીયતા અને સુરક્ષા પડકારોના નિરાકરણ પર કામ કરી રહ્યા છે.
ભારત માટે 5G ને જોતા આ વર્ષ ખુબ સારું થવાની અપેક્ષા છે. અહી 5G ટ્રાયલ્સને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં કંપનીઓ આગામી દિવસોમાં ટેક બ્રાન્ડ્સ સાથે 5જીનું પરીક્ષણ શરૂ કરશે. અને ઘણા દેશો એવા છે કે જે 5G નો ઉપયોગ કરીને 6G તરફ આગળ વધ્યા છે.
કામ ચાલુ જ છે અત્યારે
એક જાણકારી અનુસાર 6G એટલું શક્તિશાળી બતાવવામાં આવી રહ્યું છે કે તેને મેળવવા કેટલાય શક્તિશાળી રાષ્ટ્રો સ્પર્ધા એવી રીતે કરી રહ્યા છે કે જેવી રીતે તે કોઈ ઈન્ટરનેટ ટેકનીક નહી પરંતુ એડવાન્સ હથિયાર બનાવવામાં આવી રહ્યું છે. ઘણા દેશો એ તો 6G નિર્માણ તરફ કામ ઝડપી કરી દીધું છે. જેમાં જાપાન, ચીન, દક્ષીણ કોરિયા, અને ફિનલેન્ડ જેવા દેશો નો સમાવેશ થાય છે. રીચર્સ & ડેવલપમેન્ટથી લઈને નવા ઉપકરણો અને ઈજનેરો સુધી આ દેશોએ આ દિશામાં ખુબ જ મોટું રોકાણ કર્યું છે.
એક વિગત અનુસાર, અમેરિકન કંપની Apple એ ‘નેક્સ્ટ જનરેશન રેડિયો’ પર કામ કરવા માટે ઇજનેરોની ભરતી શરૂ કરી છે. કંપની નેક્સ્ટ જનરેશન રેડિયો 6જી ને જ કહેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા પણ દક્ષિણ કોરિયન કંપની સેમસંગે પણ તેના દેશમાં 6G પર કામ કરવા માટે એક આર એન્ડ ડી સેન્ટર શરૂ કર્યું હતું. તે જ સમયે, LG પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે, જ્યારે ચીનની કંપની Hyuwei એ પણ 6G ટેક્નોલોજી પર ઘણી સફળતા મેળવી છે. 6જી ફક્ત મોબાઇલને જ નહીં પણ સામાન્ય જીવનને વધુ એડવાંસ કરવા સાથે તેની સ્પિડ વધારશે. 6જી માં virtual reality (VR) અને augmented reality (AR)નુ નવુ કઈક અલગ જ રૂપ જોવા મળશે.