Google IO 2021: આજથી Google ડેવલપર કોન્ફ્રેંસ I/O 2021ની શરૂઆત થઇ ગઇ છે. આ આયોજન 20મે સુધી ચાલશે. આ ઇવેન્ટમાં Google એ પોતાના અનેક નવા ફીચર્સ ની જાણકારી આપવામાં આવી છે.
Android 12માં પ્રાઇવસી પર વધુ ફોકસ
Android 12માં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં યુઝર્સની પ્રાઇવસી પર સોથી વધુ ફોકસ કરવામાં આવ્યું છે. Googleએ કહ્યું કે પ્રાઇવસી ફીચર યુઝર્સના ડેટાને ખોટા હાથમાં જવાથી બચાવશે. તેની પહેલાના વર્ષે Googleએ Android 11 સાથે જ નવી પ્રાઇવસી સેટિંગ લોન્ચ કરી છે. જેથી એપ બેકગ્રાઉન્ડમાં યુઝરના લોકેશનને ટ્રેક ન કરી શકે. એપ્સ યુઝર્સની સેંસિટિવ જાણકારી પણ ન લઇ શકે, એપ્સને પહેલા યુઝર પરમિશન લેવી પડે છે.
Google Android 12
Googleએ જણાવ્યું કે Android 12 સાથે યુઝર્સને Privacy Dashboard અને Private Compute Core ફીચર્સ આપવામાં આવશે. Privacy Dashboard પરથી યુઝર્સને જાણવા મળશે કે એપ્સ તરફથી ક્યારે ફોનનો કેમેરા, માઇક્રોફોન અથવા ડિવાઇસ લોકેશન એક્સેસ કરવામાં આવી. આ બંને ફીચર્સ પ્રાઇવસીને લઇને નેક્સ્ટ લેવલ સિક્ટોરિટી આપે છે. આ ઉપરાંત કેટલાંક અન્ય ફીચર્સ પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે જેમ કે quick delete, Google Photos માં લોક્ડ ફોલ્ડર, લોકેશન હિસ્ટ્રી, રિમાઇન્ડર મેપ્સ વગેરે પણ સામેલ છે.
એપ પરમિશન મેસેજ કરી શકાશે
Privacy Dashboard પરથી તે જાણી શકાશે કે એપે ગત 24 કલાકમાં કેટલી વાર ફોનનો કેમેરા, માઇક્રોફોન અથવા લોકેશન એક્સેસ કર્યુ છે. તેનાથી યુઝર જાણી શકશે કે કઇ એપ પાસે કયા પ્રકારની પરમિશન છે અને તે હિસાબે પરમિશનને મેનેજ કરી શકશે. ફોનના કેમેરા અથવા માઇક્રોફોનના યુઝ થવા પર Android 12માં એક ઇંડિકેટર પણ જોવા મળશે સાથે જ એક ટૉગલ પણ આપવામા આવશે. જેથી તેને ડિસેબલ કરી શકાય છે. એટલે કે જ્યારે તમે ઇચ્ચશો ત્યારે પરમિશન રોકી શકો છો.
લોકેશનની સેટિંગ
જે એપ્સને લોકેશનની પરમિશન જોઇશે તેમના માટે Android 12 એક નવી સેટિંગ યુઝર્સને આપશે, જેમાં યુઝરના ચોક્કસ લોકેશનના બગલે અંદાજિત લોકેશન શેર કરવામાં આવશે. સાથે જ એક ટૉગલ આપવામાં આવશે જેથી તમે કેમેરા અને માઇક્રોફોન એક્સેસ તમામ એપ્સ માટે એકસાથે ડિસેબલ કરી શકો છો. હાલ આ પિક્સલ ફોનમાં હશે પરંતુ પછીથી તેને અન્ય ડિવાઇસ માટે લોન્ચ કરવામાં આવી શકે છે.
Private Computer Core નામનું એક જબરદસ્ત ફિચર પણ Android 12 માં આવશે. Private Compute Core ફીતરથી તમારી જાણકારીને પ્રાઇવેટ રાખવામાં આવશે. આ જાણકારીમાં AI-driven ફીચર્સ, લાઇવ કેપ્શન, નાઉ પ્લેઇંગ અને સ્માર્ટ રિપ્લાય સામેલ છે. તેને ઓપરેટિંગ સિસ્ટમથી સેફ પાર્ટિશનમાં રાખવામાં આવશે. આ કારણે તેની સુરક્ષા વધુ રહેશે.
આ મોબાઇલ્સ પર મળશે Android 12
Android 12 ડેવલપર beta સાઇટ અનુસાર Asus, OnePlus, Oppo, realme, Tecno, Sharp, TCL, Xiaomi, vivo અને ZTE માં તે અપડેટ કરી શકાશે. Pixelમોબાઇલમાં પણ Android 12 betaની અપડેટ મળી રહી છે. જે Pixel 3 સીરીઝથી શરૂ થઇ રહી છે.