INDIA માં ઓક્સિજન કમીને કારણે ઘણાબધા રાજ્યો માં લોકોના મોત થયા છે, કોરોના સામે લાડવા માટે ભારત માં રસીકરણ કરવાની સરકારે જાહેરાત તો કરી છે પરંતુ ઘણા રાજ્યો વેક્સીનની અછત હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
INDIA માં વેક્સીનની અછતના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ Rahul Gandhi એ MODI સરકાર પર નિશાન સાધ્યુ છે. Rahul Gandhi એ Twitter account પરથી ટ્વિટ કરીને કહ્યુ છે કે,
Vaccine ઓછી થઈ રહી છે અને કોરોનાના કારણે મારનારા લોકોની સંખ્યા વધી રહી છે.
કેન્દ્ર સરકારની નીતિ-
ધ્યાન ફેરવો,
જુઠ્ઠાણા ફેલાવો
તથ્યો છુપાવીને અવાજ કરો.
वैक्सीन कम होती जा रही हैं और कोविड मृत्यु बढ़ती जा रही हैं।
केंद्र सरकार की नीति-
ध्यान भटकाओ,
झूठ फैलाओ,
शोर मचाकर तथ्य छुपाओ। pic.twitter.com/aIJwvMYBTW— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2021
Rahul Gandhi એ એક ફોટોગ્રાફ પણ શેર કર્યો છે. જેમાં પાંચ એપ્રિલ પછી દેશમાં Vaccine ની અછતનો ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે. ગ્રાફમાં બતાવમાં આવ્યું છે કે, ભારત માં 12 એપ્રિલ પછી Vaccine મુકવાનો દર સતત ઘટી રહ્યો છે અને બીજી તરફ કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે ક, કેન્દ્ર સરકારે વેક્સીનેશન અભિયાનમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી લેવાની છુટ આપી છે. પણ ઘણા રાજ્યોમાં વેક્સીનના ત્રીજા તબક્કાની શુઆત પણ નથી થઈ. રાજ્યોમાં અભિયાન ધીમુ પડી ચુકયુ છે. દેશમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2.67 લાખ દર્દીઓ સામે આવ્યા છે.