WhatsApp દ્વારા Nearest Vaccination Center પર Vaccine ઉપલબ્ધ છે કે નહિ આસાની થી ચકાસો
બીજા દેશો ની સરખામણી માં India ની વસ્તી વધારે છે જેથી બધા સુધી corona vaccine પોંહચતા સમય લાગે છે. તેમ છતાં આ corona vaccine બધા સુધી સહેલાઇથી પહોંચી શકે તે માટે સરકાર પોતાના તરફ થી બનતા તમામ પ્રયાસ કરે છે. તાજેતર માં ભારત સરકાર તરફ થી એક મહત્વનું પગલું ભર્યું છે. જેના દ્વારા તમામ લોકો corona vaccine સહેલાઇ નજીક ના Nearest Vaccination Center મળી શકશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક Whatsapp Number ચાલુ કરેલ છે. આ નંબરની મદદથી તમે તમારા ક્ષેત્રમાં જાણી શકશો કે તમારી નજીકમાં ક્યાં વેક્સિન ઉપલબ્ધ છે.
હેલ્થ મિનિસ્ટ્રી એ 9013151515 નંબર ચાલુ કરેલ છે.
આ નંબર થી vaccine ની ઉપલબ્ધી વિશે ની માહિતી સરળતા થી મળશે.
જેમાં ઘરે બેઠા બેઠા જ તમારી નજીકના વેક્સિન સેન્ટરની માહિતી મળી રહેશે. તમારે એક મેસેજ કરવાનો છે. વોટ્સએપમાં આ નંબર પર જઈને તમારા વિસ્તારનો પીનકોડ નંબર ટાઈપ કરીને સેન્ડ કરી દો. પછી તેના પરથી તમારા વિસ્તારમાં વેક્સિનની ઉપલબ્ધ છે કે નહી તેની જાણકારી મળશે.
અધિકારીઓનું કહેવું છે કે એનાથી વેક્સિન લગાવવામાં લોકોને મુશ્કેલી નહીં પડે. તેમને હેરાન નહીં થવું પડે. અને કાંઈ ગેરસમજ પેદા નહિ થાય. જ્યારે તમારો નંબર આવશે તો સામેથી વેક્સિન બાબતે અપડેટ લઈ લેજો. પછી તુરંત સેન્ટર પર જઈને કોરોનાની રસી લગાવી લેશો.
You can now WhatsApp your #vaccine related queries at +91-9013151515 and get an instant response.
You can also get yourself registered for the #largestvaccinationdrive here. #Unite2FightCorona #IndiaFightsCorona pic.twitter.com/D6C9SHiM5x— Ministry of Education (@EduMinOfIndia) May 6, 2021
રેપીડ એન્ટિજન ટેસ્ટ માટે એક ટેસ્ટ કીટને ICMRની મંજૂરી મળી ગઈ
દેશમાં મેડિકલ રિસર્ચની અગ્રણી સંસ્થા ICMR હવે કોરોનાની તપાસ માટે નવી એડ્વાઇઝરી રજૂ કરી રહી છે. નવી એડ્વાઇઝરી મુજબ કોરોનાની તપાસ હવે લોકો ઘરમાં જ કરી શકશે. રેપીડ એન્ટિજન ટેસ્ટ માટે એક ટેસ્ટ કીટને ICMR ની મંજૂરી મળી ગઈ છે.
આ કીટ દ્વારા લોકો ઘરમાં જ નાક દ્વારા કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ શકશે. હોમ આયોલેશન ટેસ્ટીંગ કીટ માટે MY LAB DISCOVERY SOLUTION LTD પુનાની કંપનીને આર્થોરાઇઝ્ડ કરી છે. આ કીટનું નામ COVISELF (Pathocatch) છે, જે બજારોમાં 250 રૂપિયા સુધીના ભાવે મળી જશે. એડ્વાઇઝરીમાં જણાવાયું છે કે હોમ ટેસ્ટીંગ ફક્ત સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. સાથે જ જે લોકો લેબમાં કન્ફર્મ કેસ સાથે સીધા સંપર્કમાં આવ્યા છે. હોમ ટેસ્ટીંગ કંપીનીના બતાવ્યા મેન્યુઅલ પ્રમાણે ઉપયોગ થશે. હોમ ટેસ્ટીંગ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઇલ એપ ડાઉનલોડ કરવી આવશ્યક છે. મોબાઈલ એપ દ્વારા પોઝીટીવ અને નેગેટીવ રિપોર્ટ મળશે.
આ પ્રોસેસથી કરવામાં આવશે ટેસ્ટ
જે લોકો હોમ ટેસ્ટીંગ કરશે તેમણે ટેસ્ટ સ્ટ્રીપ ફોટો ખેંચવો પડશે. અને તેને જે ફોનમાં એપ ડાઉનલોડ હશે તેમાં જ ખેંચવી પડશે. મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMR ના ટેસ્ટિંગ પોર્ટલ પર જશે. દર્દીની ગોપનિયતા જળવાઈ રહેશે. આ ટેસ્ટ દ્વારા જેનો રિપોર્ટ પોઝીટીવ આવશે તેને પોઝીટીવ મનાશે અને જેનો રિપોર્ટ નેગેટીવ આવશે તેને નેગેટીવ મનાશે. એના સિવાય બીજા કોઈ ટેસ્ટની જરૂર નહીં પડે. અને સમય નો પણ બચાવ થશે.