ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(International Monetary Fund) ના ચીફ ઇકોનોમિસ્ટ Gita Gopinath(ગીતા ગોપીનાથ) અને IMF ના Economist Ruchir Agarwal (ઇકોનોમિસ્ટ રુચિર અગરવાલ) દ્વારા તૈયાર કરેલા એક રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે જો કોઇ ગ્લોબલ vaccination(વેક્સિનેશન) પ્લાન વિના જેમ ચાલી રહ્યું છે એજ રીતે ચાલતુ રહેશે તો 2021 સુધી ભારતમાં 35 ટકાથી પણ ઓછા લોકોનું કોરોના રસીકરણ થઇ શકશે.
International Monetary Fund(ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ) ના આ રિપોર્ટમા કોવિડ-19 મહામારીથી મુક્તિ મેળવવા માટે 50 અબજ ડોલરનો એક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 2021ના અંત સુધી દુનિયાની ઓછામાં ઓછી 40 ટકા વસ્તીના રસીકરણનું લક્ષ્ય છે.
21મેએ સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચિત કર્યા છે કે અત્યાર સુધી દેશમાં 19 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચુકી છે.
CoWin portal મુજબ ભારત માં અત્યાર સુધી 14.4 કરોડ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. જ્યારે 4.14 કરોડ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લાગી ચુક્યો છે.
International Monetary Fund(ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ) ના આ રિપોર્ટ મુજબ એપ્રિલ 2021ના અંત સુધી સમગ્ર દુનિયામાં 1.1 અબજ લોકોને વેક્સિન લાગી ચુકી છે. આખી દુનિયામાં દવા બનાવતી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા IFPMA(ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એન્ડ એસોસિએશન) એ કહ્યું કે દુનિયાભરમાં વેક્સિનનો સપ્લાય વધી રહ્યો છે. 23 એપ્રિલ 2021ના અંત સુધી દુનિયાભરમાં 1.1 અબજ લોકોને વેક્સિન લાગી ચુકી છે.
દુનિયા માં બધે જ વેક્સિનનો સપ્લાય વધ્યો
દુનિયા માં દવા બનાવતી બધીજ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા IFPMA(ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એન્ડ એસોસિએશન) એ કહ્યું કે દુનિયા માં બધે જ વેક્સિનનો સપ્લાય વધી રહ્યો છે. 23 એપ્રિલના રોજ આપવામાં આવેલા એક નિવેદનમાં તેણે જણાવ્યું કે 2021ના અંત સુધી દુનિયામાં 10 અબજ વેક્સિન ડોઝ બનાવવા શક્ય છે.
IMFના આ રિપોર્ટ મુજબ April 2021 ના અંત સુધી દુનિયામાં વેક્સિનેશનની ગતી 2 કરોડ Dose પ્રતિ દિવસ સુધી પહોંચી ગઇ હતી.
ભારતમાં વેક્સિનની અછતના કારણે ગત 2 મહિનામાં વેકિસનેશન ભાવ ઉપર-નીચે થતો રહ્યો છે. April 2021 ની શરૂઆતમાં સરેરાશ 40 લાખ ડોઝ પ્રતિ દિવસ જઇ રહ્યાં હતાં જ્યાં May 2021 ની શરૂઆતમાં આ દર ઘટીને 20 લાખ ડોઝ પ્રતિ દિવસ પર આવી ગયો. 2 April 2021 ના રોજ ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 42 લાખ ડોઝ આપવામાં આવ્યાં હતા.
આ રિપોર્ટ પ્રમાણે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, CORONA(કોરોના) ની પહેલી લહેર મા ભારતની હેલ્થ સિસ્ટમે ઘણું સારુ પ્રદર્શન કર્યું હતુ. જયારે CORONA(કોરોના) ની બીજી લહેર મા દેશની હેલ્થ સિસ્ટમ નબળી સાબિત થઇ. ઓક્સિજન, મેડિકલ કેર, હોસ્પિટલમાં બેડની અછતના કારણે ઘણાં લોકોના મોત થયાં.