આનંદો Cricket પ્રેમી ઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. Corona ના કારણે જે IPL 2021 રદ્દ કરવો પડયો હતો, પણ હવે IPL 2021 ની બાકી રહેલી મેચો UAE માં રમાડવામાં આવશે. સુત્રો ની માહિતી મુજબ IPLની બાકીની તમામ મેચો 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોમ્બરની વચ્ચે UAE માં રમાડવામાં આવશે.
BCCI પાસે બાકીની મેચો ક્યાં રમાડવી તેના માટે બે વિકલ્પો હતા England અને UAE, સૂત્રો ની જાણકારી મુજબ UAE માં પહેલા પણ IPLનું આયોજન થઈ ચૂક્યું છે જેના પગલે હવે આ Tournament(ટૂર્નામેન્ટ) ની બાકીની સીઝન UAE માં રમાડવાનો નિર્ણય કર્યો છે. IPL 2021 સીઝન ની 60 મેચ માંથી 29 મેચ રમ્યા પછી Corona ના કારણે બાકી ની 31 મેચ રદ્દ કરવી પડી હતી. આ બાકી રહેલી 31 મેચ હવે UAE માં યોજાશે.
BCCI દ્વારા 29 MAY ના રોજ સ્પેશિયલ જનરલ મીટિંગ નું આયોજન કર્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેંથી કહી સકાય કે BCCI 29 MAY ના રોજ IPLના નવા સ્થળ અને તારીખોની જાહેરાત કરી શકે છે.
BCCI ના CEO હેમાંગ અમીન 29 MAY ના રોજ BCCI ની સ્પેશિયલ જનરલ મીટિંગ માં IPLની બાકી રહેલી તમામ મેચ માટે UAE અને ENGLAND માં રમાડવાનો પ્રસ્તાવ મુકશે.
તેમની પહેલી પસંદ UAE જ છે. IPLની UAE માં યોજવાનું પહેલુ કારણ એ છે કે England ની તુલનામાં UAE માં ખર્ચ ઓછો થશે.
England માં હોટલ, સ્ટેડિયમ વગેરેનો ખર્ચ UAE ની તુલનામાં ખુબ જ વધારે છે. UAE માં ટીમો સડક માર્ગે આસાનીથી સ્ટેડિયમ સુધી પહોંચી શકે છે.
England માં ટ્રાવેલનો ખર્ચ પણ વધી જશે. વધારે ટ્રાવેલથી કોરોના સંક્રમણનો ખતરો પણ વધારે રહે છે.
England માં September નું વાતાવરણ પણ છે તેનું બીજુ કારણ છે. ત્યાં વરસાદના કારણે કેટલીક મેચો રદ્દ થઈ થશે છે.
UAE માં September માં ઠંડીનું વાતાવરણ હશે. જે ખેલાડીઓ અને સ્ટાફ માટે સારૂ રહેશે. તો સાથે સાથે UAE માં આયોજન કરવાનું વધુ એક કારણ એ છે કે IPLની છેલ્લી સિઝન પણ UAE માં જ રમાડવામાં આવી હતી. જેના પગલે ત્યાં આયોજન કરવું સરળ રહેશે.
2014 – ભારત માં લોકસભા ચૂંટણી ના પગલે પહેલી 20 મેચ UAE માં હોસ્ટ કરી હતી.
2020 – કોરોનાના પગલે 2020 ની સીઝન UAE માં જ રમાડવામાં આવી હતી.
2021 – જો આ IPL2021ની બાકી મેચો UAE માં યોજાશે તો આ ત્રીજી વખતે એવું બનશે.