Covid-19 ની ચિંતામાં આજે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે Covid-19 થી સાજા થયેલા બાળકોને થઇ રહેલી નવી બીમારીએ ચિંતા માં વધારો કર્યો છે. Covid થી સાજા થયેલા બાળકોમાં “મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ” (MIS-C) નવી ચિંતા સામે આવી છે. અને આ સિન્ડ્રોમથી ઘણા અંગોને અસર થાય છે. અને તે સામાન્ય રીતે Covid-19 થી સંક્રમિત થવાના ઘણા સમય પછી તે જોવા મળે છે.
ક્યા ક્યા અંગોને પ્રભાવિત કરે ??
કોરોના થી સાજા થયેલા બાળકોમાં “મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ” (MIS-C) થી સંક્રમિત થવાનો ખતરો ઉભો થઇ શકે છે. ફોર્ટિસ હેલ્થકેરમાં બાળરોગ નિષ્ણાંત ડો. યોગેશ કુમાર ગુપ્તાએ જણાવ્યુ કે, હું તે ન કહી શકું કે તે (એમઆઈએસ-સી) ખતરનાક છે કે તેનાથી જીવનને ખતરો છે પરંતુ ચોક્કસપણે કહીશ કે આ સંક્રમણ બાળકોને ખરાબ રીતે અસર કરે છે.
તે બાળકો ના હૃદય (Heart), લીવર (Liver) અને કિડની (Kidneys) ને ખરાબ રીતે અસર કરે છે.
કોરોના ના કેટલા દિવસ બાદ સંક્રમણ ??
ડૉ. યોગેશ કે જેઓ બાળરોગ નિષ્ણાંત છે તેઓ એ જણાવ્યું છે કે આ સંક્રમણ (Covid-19) થવાના ચારથી છ અઠવાડિયા પછી થાય છે. ગુપ્તાએ કહ્યું હતું કે, એમઆઈએસ-સી Covidના મુકાબલે શરીરમાં બનેલ એન્ટીજનથી પ્રતિક્રિયાનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે Covid-19 નું સંક્રમણ એવું છે કે તેના વિશે આપને ચિંતિત નથી કારણ કે મોટા ભાગના કેસ સામાન્ય કે હળવા લક્ષણ વાળા હોય છે પરંતુ એકવાર આ સંક્રમણથી મુક્ત થવા પર બાળકોના શરીરમાં એન્ટીબોડી પેદા થાય છે, આ એન્ટીબોડી બાળકોના શરીરમાં પ્રતિક્રિયા કરે છે. તે તેના શરીરમાં એલર્જી કે પ્રતિક્રિયા જેવી હોય છે.
કોરોનાથી સાજા થયા બાદ ખતરો
ડૉ. ગુપ્તાના મત પ્રમાણે એમઆઈએસ-સી બાળકોના હાર્ટ, લિવર અને કિડની જેવા અંગોને કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા બાદ અસર કરે છે. તેમણે કહ્યું હતું કે અન્ય દેશો માં કોરોના પીક પર હોવા પછી એમઆઇએસ-સી નું ડોકયુમેનટેશન કરવામાં આવ્યું છે. અને પાછલા વર્ષે આવા ત્રણ કેસ સામે આવ્યા છે અને બીજી લહેર બાદ ૨ કેસ સામે આવ્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે કોરોના વાયરસની મહામારી પીક પર પહોચ્યા બાદ એમઆઈએસ-સીના અન્ય કેસ પણ સામે આવી શકે છે.
આવતી લહેર પેહલા સ્પષ્ટ થશે સ્થિતિ
Public Health Foundation Of India માં મહામારી નિષ્ણાંત તથા રાજ્ય Covid-19 ટેકનીકલ સલાહકાર સમિતિના સભ્ય ડૉ. ગીરીધર આર. બાબૂ ના પ્રમાણે હોસ્પીટલના કેસથી વસ્તીના સ્તર પર અંદાજ લગાવવો બરાબર નથી. બાબૂએ કહ્યું હતું કે MIS-C ના રિસર્ચના મહત્વને પણ નબળું ગણાય નહી. જો ઓછા કેસ આવે તો પણ તપાસની જરૂર તો છે જ. હવે ની લહેર પહેલા તેની સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે.