Baba Ramdev સામે કાર્યવાહી કરવાની IMA એ માંગ કરી, સામે યોગગુરુએ પૂછ્યાં 25 સવાલો
Baba Ramdev ફરીવાર વિવાદ માં સપડાઈ ગયા છે. ત્યારે બાબા રામદેવે ફરી એક વાર IMA એ અને ફાર્મા કંપનીઓ ને ૨૫ સવાલ પૂછ્યા છે તો સામે પક્ષે IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બાબા રામદેવે Corona વોરીયર્સ ડોક્ટરોની પણ મજાક ઉડાવી.
Corona ની બન્ને Vaccine લીધી છતાં હજાર ડોક્ટરોના મોત થયા – બાબા રામદેવ
IMA એ ઉતરાખંડ CM પાસે બાબા રામદેવ ની ધરપકડની માંગ કરી.
આ વખતે બાબાએ IMA એ અને ફાર્મા કંપનીને ૨૫ સવાલ પૂછ્યા તથા કોરોના વોરિયર ડોક્ટરોની મજાક પણ ઉડાવી.
બાબા રામદેવે એક યોગ શિબિર માં એક યુવાન સાથેની વાતચીતનું ઉદાહરણ આપતા ડોક્ટર પર ટર…ટર… કહીને કટાક્ષ કર્યો હતો.
વિડીયોમાં બાબા રામદેવે એમ પણ દાવો કર્યો હતો કે કોરોના ના બન્ને ડોઝ લીધા હોવા છતાં પણ ૧ હજાર ડોક્ટર મરી ગયા. બાબા રામદેવે એ પણ જણાવ્યું હતું કે હવે તમે મને જણાવો કે મને કહો કે તે ડોકટરો એ પોતાની જાતને કેમ ન બચાવી શક્યા.
વિધાઉટ એની ડીગ્રી ઓર ડીગ્નીટી IMA ડોક્ટર
બાબા રામદેવ પોતાના વિડીયોમાં કહી રહ્યા છે કે ડોક્ટર બનવું હોય તો બાબા રામદેવ જેવા બનો જેમની પાસે કોઈ ડીગ્રી નથી. અને બધાના ડોક્ટર છે. એની ડીગ્રી ઓર ડીગ્નીટી IMA ડોક્ટર.
IMA અને ફાર્મા કંપનીઓ ને ૨૫ સવાલ પૂછ્યા
મેડીકલ સારવાર પર ફરી બાબા રામદેવે ઘણા સવાલો ઉઠ્યા હતા. બાબા રામદેવે ઇન્ડિયન મેડીકલ એસોસીએસન (IMA) અને ફાર્મા કંપનીઓએ ઓપન લેટર લખીને ૨૫ સવાલ પૂછ્યા. તમારા એલોપેથીના લીધે કોઈ ડોક્ટર બીમાર જ ના પડવા જોઈએ. અને જો એલોપેથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન હોય તો પછી ડોક્ટર પોતે જ કેમ બીમાર પડે છે. બાબા રામદેવે બીપી, ટાઈ-૧, ડાયાબીટીશ, થાઈરોઈડ જેવી ઘણી બીમારી વિષે પૂછ્યું હતું કે શું તેનો કાયમી ઉપાય છે તેમની પાસે.
શું આ રોગનો ઈલાજ છે એલોપેથી પાસે ??
ફેટી લીવર, લીવર સોરાયસીસ, હિપેટાઈટેસીસની સારવાર માટે એલોપેથીની પાસે કઈ દવા છે ? ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમા હાર્ટના બ્લોકેજને અટકાવવાનો કોઈ ઉપાય છે. બાયપાસ વગર કે ઓપરેશન વિના એન્જીયોપ્લાસ્ટીનો કાયમી ઉપચાર છે.