WhatsApp એ Indian government(ભારત સરકાર) ની વિરુદ્ધ Delhi માં એક ફરિયાદ દાખલ કરી છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કંપની 25 May ના રોજ કોર્ટમાં દલીલ કરી રહી છે કે, ભારત સરકારના નવા IT નિયમો થી પ્રાઇવેસી ખતમ થઇ જશે.
Highlights
- WhatsApp એ ભારત સરકાર વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી છે.
- દિલ્લી હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
- નવા નિયમોને પ્રાઈવેસીની વિરુદ્ધ જણાવ્યા.
આ નાવો નિયમ Privacy(પ્રાઈવેસી) નું હનન કરે છે.
Delhi હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારના નિયમો સંવિધાનની વિરુદ્ધ છે. આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આવી દલીલ WhatsApp દ્વારા કોર્ટમાં ભારત સરકારની વિરુદ્ધ કરવામાં આવી છે.
રોયરર્સ એ હજુ સુધી આ અરજી બાબતે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી નથી. સાથે જ લોકોના નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યાં છે જેને એજન્સી સુધી આ જાણકારી પહોંચાડી. કંપની એ આ મામલે કોઈ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો છે.
WhatsApp ના પ્રવક્તાએ આ અંગે કહ્યું કે
WhatsApp માં મેસેજીસ ઇન્ક્રીપટ કરાવમાં આવે છે, અમે પ્રાઇવેસીના ખનન ને જોઈ દુનિયાભરમાં સિવિલ સોસાયટી અને વિશેષજ્ઞોના સંપર્કમાં છે. એની સાથે સતત ભારત સરકાર સાથે ચર્ચા દ્વારા સમાધાન શોધવામાં લાગેલા છે. પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે અમારો ઉદ્દેશ લોકોની સુરક્ષા અને જરૂરી કાનૂની સમસ્યાનો ઉપાય શોધવાનો છે.
Social Media પર સરકાર સખ્ત
આ અરજી સાથે ભારત સરકાર અને સોશ્યલ મીડિયા કંપનીઓનો વિવાદ પણ વધુ ઊંડો થઈ શકે છે. આ બધાનો ભારતમાં મોટો કારોબાર છે અને કરોડો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તાજેતરમાં શાસક પક્ષ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કરેલા એક ટ્વીટને ‘મેનિપૂલેટેડ મીડિયા’ નો ટેગ કર્યા બાદ ટ્વિટરની ઓફિસ પર દરોડા પણ પાડવામાં આવ્યાં હતાં
સરકારે ટેક કંપનીઓને કોરોના સંબંધિત ભ્રામક માહિતીને દૂર કરવા પણ કહ્યું છે, જેના પછી એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, સરકાર પોતાની આલોચના સાથે જોડાયેલી જાણકારી છુપાવી રહી છે. સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવી ગાઈડલાઈન બનાવવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેનો સમયગાળો મંગળવારે સમાપ્ત થયો છે.