Baba Ramdev તેમના આપેલા નિવેદનોને કારણે ફરી એકવાર હાઈલાઈટ થયા છે. Indian Medical Association(ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-IMA) એ પતંજલિ યોગપીઠના વડા સ્વામી બાબા રામદેવ ને માનહાનિની નોટિસ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે Baba Ramdev એ ૧૫ દિવસની અંદર તેમના નિવેદન માટે માફી માંગવી, નહીં તો આઈએમએ તેમની સામે ૧૦૦૦ કરોડનો દાવો કરશે. આ બાદ તરત જ બાબા રામદેવ નો એક અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કોઈના બાપની તાકાત નથી કે બાબા રામદેવ ની ધરપપકડ કરી શકે.
ડોકટરોના સંગઠ ને પણ માંગ કરી છે કે બાબા રામદેવ ના આ નિવેદનની વિરુદ્ધ લેખિતમાં માફી માંગવી પડશે, નહીં તો આ દાવાને કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે.
જાણો શું હતું Baba Ramdev ના પ્રથમ વિડિઓ માં
'Enough is enough, Book him under Epidemic Act': IMA asks Centre to take action against Ramdev for remarks against allopathy#ArrestRamdev #ArrestBabaRamdev #BabaRamdev #Ramdev #Patanjali #Coronil #JusticeForFaisal Nota #ArrestQuackRamdev #Pushpa #Modi pic.twitter.com/11IYZPVgnC
— Rahul Gandhi Parody (sajjad Khan) (@Rahulgandhi125) May 22, 2021
Indian Medical Association(ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-IMA) એ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા પ્રથમ વિડીયો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં Baba Ramdev એ દાવો કર્યો હતો કે એલોપથિક ‘બકવાસ વિજ્ઞાન’ છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોના સારવાર માટે કંટ્રોલર જનરલ ઓફ ડ્રગ્સ દ્વારા મંજૂર કરાયેલ રેમાડેસિવીર, ફેવિફ્લુ અને આવી અન્ય દવાઓ દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું હતું કે જો એલોપથી સારી છે તો ડોકટરો બીમાર ના થવા જોઈએ.
Baba Ramdev નું કહેવું છે કે સોશિયલ મીડિયા પર તેમને બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ વિડિઓ અને ફોટોસ વાઇરલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આવી ઘટનાથી તેમના પર કોઈ અસર થતી નથી. આ વિડીયો ક્યારનો છે તે કોઈ ખાસ માહિતી મળી નથી.
આ વાઈરલ થયેલા વિડીયો માં બાબા રામદેવ કહે છે : ‘સોશિયલ મીડિયા પર લોકો માંગણી કરી રહ્યા છે કે બાબા રામદેવ ની ધરપકડ કરો. ક્યારેક ચલાવે છે કે ઠગ રામદેવ, તો ક્યારેક મહાઠગ રામદેવ, અરેસ્ટ રામદેવ પણ કેટલાક લોકો ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ને ચલાવવા દો તેમને જે ચાલવું હોઈ તે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિવેદન એક ઓનલાઈન મીટિંગ દરમિયાન આપવા માં આપ્યું છે.