Gujarat માં કેટલાક નેતાઓ સુપર CM બનવાનો શોખ જાગ્યો હોય એવી સ્થિતિ છે. એ સંજોગોમાં હવે સુપર આરોગ્યમંત્રી બનવાનો અધિકારીઓને શોખ જાગ્યો છે કે શું એ સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. નીતિનભાઈ માત્ર આરોગ્યમંત્રી નથી, નાયબ મુખ્યમંત્રી પણ છે. એટલે કે CM પછી સૌથી વધારે જાણકારી તેમની પાસે હોય એ અપેક્ષીત છે. મહત્વના નિર્ણયોમાં પણ તેમની સામેલગીરી અપેક્ષીત છે.
પરંતુ રૃપિયા લઈને રસી આપવાના નિર્ણય અંગે પોતાને કોઈ જાણકારી નથી એવું નીતિન પટેલ કહી ચૂક્યા છે. બીજી તરફ આરોગ્ય સચિવ એવી માહિતી રજૂ કરે છે કે અમે ખાનગી કંપનીને રસી વેચવાની છૂટ આપી છે.તો હવે સવાલ એ છે કે જે માહિતી આરોગ્ય સચિવ પાસે છે એ આરોગ્ય મંત્રી પાસે કેમ નથી?
Gujarat માં Health Minister(આરોગ્ય મંત્રી) નીતિનભાઈ પટેલ સાઈડલાઈન થયા હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે નીતિન પટેલે અમદાવાદ માં ચાર્જેબલ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન મામલે હાથ અદ્ધર કરી Gujarat ના સીએમ વિજય રૂપાણીએ છૂટછાટ આપી હોય તો મને ખબર નથી એમ કહીને હાથ ખંખેર્યાના ગણતરીના કલાકોમાં જ આરોગ્ય સચિવ જયંતિ રવીએ સરકાર વતી ખુલાસો કર્યો છે કે કોરોના સંક્રમણના નિયંત્રણ માટેના અમોધ શસ્ત્ર એવા કોરોના રસીકરણના વ્યાપ વધારવા માટે ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝિઝ પર રસીકરણની છૂટ અપાઈ છે. આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે એમના ડિપાર્ટમેન્ટના સચીવ ખુલાસો કરી રહ્યાં છે એનો મતલબ એ છે કે આ અંગે જયંતિ રવી સુપર આરોગ્યમંત્રી બની રહ્યાં છે કે નીતિન પટેલ Gujarat માં સાઈડલાઈન થયા છે. આરોગ્ય અંગેના નિર્ણયોમાં નીતિન પટેલની સલાહ ન લેવાતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.