Corona ના આંકડા ધીમે ધીમે ઘટતાં જાય છે તો સામે બીજા રોગ પોતાનું સામ્રાજ્ય વધારી રહ્યા છે. આજે Corona કરતા પણ અનેક ગણો ઘાતક અને મહાભયાનક ફૂગજન્ય રોગ મ્યુકોરમાઈકોસીસ (Black Fungus) ના રાજકોટમાં ગયા વર્ષે ૪ થી ૫ કેસ આવતા હતા. માર્ચ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ સુધીનો સમયગાળો Corona નો હતો ત્યારે સપ્ટેમ્બર માં પીક વખતે આ કેસોમાં આંશિક એટલે કે થોડો આવો વધારો થયો હતો. પરંતુ અત્યારે તો Corona ના દર્દી કરતા આ રોગ ના દર્દી વધી ગયા છે. આ અંગે માઈક્રોબાયોલોજી લેબ. માં ફૂગનું Search કરતા તે મ્યુકોરમાઈકોસીસ (Black Fungus) નો એક પ્રકાર રહાઈઝોપસ ફૂગ જવાબદાર માનવામાં આવે છે. પરંતુ આ ફૂગ એક સાથે રાજકોટના ૧૦૦૦ જેટલા દર્દીઓમાં કઈ રીતે ફેલાઈ છે તે તબીબો માટે હજુ પણ મૂંઝવણ છે.
સિવિલમાં મ્યુકોરમાઈકોસીસ (Black Fungus) જેવા ફંગલ ઇન્ફેક્સનના કેસોમાં ફૂગ ક્યા પ્રકારની છે તે જાણવા ઘણા પરીક્ષણ કરાયા તેમાં ૮૦ ટકા કેસમાં મ્યુકોરમાઈકોસીસ (Black Fungus) થાય તેવા પ્રકારની જ ફૂગ છે.
મ્યૂકોરમાઈકોસિસ (Black Fungus) થવા માટે ઘણા કારણો જવાબદાર છે તેમાં સૌથી વધારે ઓક્શીજન માસ્ક થી માંડીને Industrial ઓક્શીજન સહીત અનેક કારનો ચર્ચાય છે. અને તેમાં મુખ્યત્વે Corona થયો હોય અને ડાયાબીટીશ થાય તેમને એ ભયંકર રોગ લાગુ પડવાની સંભાવના વધુ છે તે તારણ નીકળ્યું છે. અને તે પણ ફાઈનલ નથી. સિવિલ હોસ્પીટલમાં જે ૬૪૦ દર્દીઓની વિગતો એકત્ર કરાય તેમાં ઓક્શીજન માસ્કની જરૂર ના હોય તેવા હોમઆઇસોલેટેડ દર્દીઓમાં, ડાયાબીટીશ ના હોય તેવામાં, વૃદ્ધો ઉપરાંત યુવાનોમાં પણ આ રોગ દેખાયો છે.
Corona ના આ નવા સ્ટ્રેનથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર્દીઓને અચાનક ડાયાબીટીશ થવાનું પ્રમાણ ઘણું વધ્યું છે, જેના માટે સ્ટીરોઇડની સારવાર કારણભૂત મનાય છે. કેટલાક તો ઓક્શીજનમાં હાઇજેનિક સ્ટાન્ડર્ડ નહીં હોવાને કારણ ગણે છે જે અંગે તબીબોએ જણાવ્યું હતું કે જયારે જીવ બચાવવાનો સવાલ આવે ત્યારે સ્ટીરોઈડ કે ઓક્શીજન કે આવું કઈ જ જોવામાં આવતું નથી. સિવિલ અને ખાનગી બન્ને જગ્યાએ સ્ટીરોઈડનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ ફૂગ સાયનસમાં હાડકામાં ચેપ ફેલાવે છે જે હાડકું એટલું સડી જાય છે કે તેને અને આજુબાજુના ભાગને દુર કર્યાં વિના દર્દીને બચાવવો મુશ્કેલ હોય છે અને તેના કરણે જ કેટલાક દર્દીઓનો આંખ નો ડોળો કાઢવો પડે છે.
Corona અને ફેફસાના ઇન્ફેક્સનની સારવાર તો સામાન્ય કેવાય છે. અને તે મુજબ અનેક ડોકટરો તેની સારવાર કરતા હતા પરંતુ મ્યુકોરમાઈકોસીસ (Black Fungus) કે હોસ્પીટલમાં જેના દર્દીઓ છે તેને Corona કરતા વધુ જરૂર છે તેની સર્વરમાં ENT સર્જન અને તે પણ કોમ્પલીકેટેડ ઓપરેસન કરી શકે તેની જરૂર પડે છે.