Corona કાળ માં એલોપથિક અને Vaccine મામલે સૌથી મોટો વિવાદ Baba Ramdev અને Indian Medical Association(ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન-IMA) સામે છેડાઈ ગયો છે.
ત્યારે બાબા રામદેવ કહે છે કે ડોકટરો એ શું સેવા કરી તો, અમે શું ભંડારા કરતા હતા ?
તેને દાવો કરતા કહ્યું છે કે Corona માં દેશ ના 90 ટકા દર્દીઓ તો આયુર્વેદ ઉપચાર, ઇમ્યુનિટી ઉકાળા થી જ સાજા થયા છે તેઓ એ અગ્રીમ મીડિયા જૂથ સાથે ની વાતચીતમાં જણાવ્યું કે
Corona ના 100 માંથી 90 દર્દી યોગ-પ્રાણાયામની આયુર્વેદિક પદ્ધતિઓ અને સ્વસ્થ જીવનશૈલીથી સાજા થયા છે કારણ કે Corona ની બીમારીનું કારણ છે નબળા ફેફ્સાં, નબળા લિવર-હાર્ટ, નબળી ઇમ્યૂન સિસ્ટમ, નબળી નર્વ્સ સિસ્ટમ, નબળું મનોબળ. અને જયારે એલોપથી પાસે તેનો કોઈ ઇલાજ નથી. તે માત્ર સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરે છે.
તો એવું કેવી રીતે કહી શકાય કે માત્ર એલોપથીના ડૉક્ટરોએ જ Corona માં લોકોનો જીવ બચાવ્યો છે? હું માનું છું કે તેમણે પણ લોકોનો જીવ બચાવ્યો છે. ઘણાં ડૉક્ટરોએ Corona માં પોતાનો જીવ આપીને દર્દીઓનો જીવ બચાવ્યો છે, જેમના આપણે બધા તેના ઋણી છીએ. આવા સંકટ સમયે તેમણે તો મદદ કરવી જ જોઇએ, નહિતર મેડિકલ સાયન્સનો અર્થ જ શું છે?
અને હું એ પણ માનું છું કે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલાઇઝ થયેલા 10% લોકોનો જીવ આ ડૉક્ટરોએ બચાવ્યો જ્યારે 90% લોકોનો જીવ યોગ-આયુર્વેદ તથા પ્રાકૃતિક પદ્ધતિઓએ બચાવ્યો. તો પછી ડૉક્ટરોને મારી વાત સામે વાંધો કેમ છે? વાંધો છે કેમ કે તેમનો મોટો બિઝનેસ તેની સાથે સંકળાયેલો છે. પણ તે તાકાતના જોરે સત્ય છુપાવી ના શકે. હું એલોપથી નો વિરોધી નથી કરતો. પણ ઈમરજન્સી ટ્રીટમેન્ટ તરીકે અને ગંભીર શૈલ્ય ચિકિત્સા માટે આધુનિક મેડિકલ સાયન્સ પર ઘણું કામ કર્યું છે પણ લાઈફસ્ટાઈલ ડિસીઝનો તેમની પાસે કોઈ ઉપચાર નથી.
આ રીતે એલોપથિક અને આયુર્વેદ બાબતે છેલ્લા અમુક દિવસો થી ચાલી રહેલો વિવાદ ધીરે ધીરે એક વિશાળ રૂપ લહી રહ્યો છે.