CM Arvind Kejriwal : Delhi માં Corona ના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને lockdown હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “ભારે મહેનતથી કોરોનાને કાબૂમાં લેવામાં આવ્યો છે પરંતુ હજુ સંપૂર્ણ લડાઈ નથી જીતી શકાઈ.”
CM Arvind Kejriwal એ જણાવ્યું કે, દિલ્હીમાં અમે ધીમે-ધીમે લોકડાઉન ખોલીશું. મહત્વ ની વાત આ છે કે સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. આ નિર્ણય પ્રમાણે દિલ્હીમાં સોમવારથી કંસ્ટ્રક્શન અને ફેક્ટરીઓની કામ કાજ શરૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહ માટે આ બંને સેક્ટર્સ ખુલ્લા રહેશે.
સીએમ કેજરીવાલ ના કહેવા મુજબ તેઓ પ્રતિ સપ્તાહ ધીમે ધીમે જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે પરંતુ એક શરત છે.
CM Arvind Kejriwal શરત એ છે કે જો કોરોના વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા માં ફરી ફેરફાર કરવામાં આવશે. આ સાથે જ તેમણે લોકોને વિનંતી કરી હતી કે Corona સંબંધી ગાઈડલાઈન્સનું પાલન કરવું.
Delhi ના જનતા ની વિનંતી કરતા CM Arvind Kejriwal કહ્યું કે તમામ લોકોની મદદની જરૂર છે. જો નિયમ પાલન કરશો તો જ Delhi માં તમામ આર્થિક ગતિવિધિઓ ખુલી શકશે. અને વધુ માં કહ્યું જો કોરોના ફરી વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા માં ફરી ફેરફાર કરીને ફરી પાછું લોકડાઉન લાગુ કરવું પડશે. અમે નથી ઈચ્છતા કે ફરી લોકડાઉન લાગુ કરવું પડે. અમે પણ જાણીએ છીએ કે લોકડાઉન કોઈ સારુ નથી.