નવા આઇટી કાયદાના સુધારાનો અમલ કરવા અંગે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પાસેથી રિપોર્ટ માગ્યો હતો. આ રિપોર્ટ સોપવા માટે Google, Facebook, WhatsApp વગેરેને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
આ બધા Rules (નિયમો) ફેબ્રુઆરી મહિનામાં જ લાગુ કરી દેવામા આવ્યા હતા, જેના અમલ માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. Google, Facebook, WhatsApp એ આ નિયમો નો અમલ કર્યો કે કેમ તે અંગે હવે જવાબ માગવામાં આવ્યો છે.
Google : અમે સરકારના નિયમોનું પાલન કરવા તૈયાર છીએ
Facebook :એ કહ્યું હતું કે તે સરકારના નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે અને આ અંગે મેનેજમેન્ટ સાથે વાતચીત ચાલી રહી છે.
Indian Government એ જે નવી ગાઇડલાઇન જાહેર કરી છે તે મુજબ હવેથી Google, Facebook, WhatsApp જેવા સોશિયલ મીડિયા પર જે પણ નગ્ન અને અભદ્ર કન્ટેન્ટ હોય તેને આ ઉપરાંત કોઇ મહિલાની છેડછાડ કરેલી તસવીર નાખવામાં આવી હશે તો તેને 24 કલાકમાં હટાવવાની રહેશે. સાથે જ ફરિયાદ અધિકારીની નિમણુંક કરવાની રહેશે જેણે 15 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે.
Google ના CEO સુંદર પિચાઇએ કહ્યું હતું કે Google સરકારના નિયમોનું પાલન કરવા માટે કટિબદ્ધ રહેશે. અમે દરેક દેશમાં તેમના સ્થાનિક નિયમો અને કાયદાના અમલ માટે કટિબદ્ધ છીએ. WhatsApp એ ભારત સરકાર સામે Delhi માં ફરિયાદ નોંધાવી છે, કહ્યું: Privacy ને ખતમ કરી નાંખશે આ નિયમ
આ પણ વાંચો
WhatsApp એ ભારત સરકાર સામે Delhi માં ફરિયાદ નોંધાવી છે, કહ્યું: Privacy ને ખતમ કરી નાંખશે આ નિયમ