થોડા સમય માં જ 2000 રૂપિયાની નોટ બજારમાં જોવા મળશે નહી. અત્યારે 2000 ની નોટ છાપવાનું કામ બંધ થઇ ગયું છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટ ધીમે ધીમે પરત લેવાનું શરુ કરી દીધું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં 2000 રૂપિયાની નોટ છાપવામાં નહી આવે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ૨૬ મે ૨૦૨૧ ના રોજ વાર્ષિક રીપોર્ટ જાહેર કર્યો હતો અને તેને આ વાર્ષિક રીપોર્ટમાં કહ્યું છે કે ગયા વર્ષે RBI એ 2000 રૂપિયાની નોટ છાપી ન હતી.
નોટબંધી પછી રૂ. 2000 ની નોટ લાવવામાં આવી હતી
નોટબંધી ૨૦૧૬ માં કરવામાં આવી હતી અને આ નોટબંધી બાદ 2000 ની નોટ માર્કેટમાં લાવવામાં આવી હતી. 2000 ની નોટ માર્કેટ માં મોટી નોટ છે. જેથી મોટી નોટ હોવાના કારણે બજારમાં ફેક કરન્સી આવવાનું જોખમ વધુ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૨૧ માં કુલ પેપર રોકડ ૦.૩ ટકાથી ઘટીને ૨,૨૩,૩૦૧ લાખ યુનિટ રહ્યા. જો વેલ્યુના રૂપમાં જોવામાં આવે તો સિસ્ટમમાં માર્ચ ૨૦૨૧ માં રૂપિયા ૪.૯ લાખ કરોડની રૂ.2000 ની નોટ હતી. જયારે માર્ચ ૨૦૨૦ માં તેની વેલ્યુ રૂ.૫.૪૮ લાખ કરોડ હતી.
૩ વર્ષમાં જ રૂ.2000 ની નોટમાં કેટલો ઘટાડો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રીપોર્ટ પ્રમાણે માર્ચ ૨૦૧૮ માં રૂ.2000 ની ૩૩૬.૩ કરોડ નોટ હતી. ૨૧ માર્ચ ૨૦૨૧ માં તેની સંખ્યા ઘટીને ૨૪૫.૧ કરોડ થઇ ગઈ. આ ત્રણ વર્ષમાં ૯૧.૨ કરોડ નોટને સીસ્ટમ માંથી બહાર કરી નાખવામાં આવી હતી.
અત્યારે રૂ. ૫૦૦ ની નોટ વધુ છે ચલનમાં
એક રિપોર્ટ મુજબ, ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં Bank માં કુલ નોટોમાં રૂ. 2000 ની નોટોનો ભાગ ૮૫.૭% હતો. તે પછી ૩૧ માર્ચ ૨૦૨૦ ના અંત સુધીમાં તે આંકડો ૮૩.૪ % હતો. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી જેટલી નોટો ચલણમાં હતી, તેમાં બધા થી વધુ રૂ. ૫૦૦ ની નોટનો ૩૧.૧ % હિસ્સો હતો.
અત્યારે આ 2000 ની મોટી કરન્સીને લઈને બજારમાં ફેક કરન્સી આવવાનું વધુ જોખમ રહે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ ફેક કરન્સીની છેતરપીંડીને રોકવા માટે આ નિર્ણય લીધો છે.