Team India માં જગ્યા બનાવવાનું બધાનું સ્વપ્ન હોય છે. અને દરેક ખેલાડીઓ પોતાનું બધું જ દાવ પર લગાવી દેતા હોય છે. શાનદાર પ્રદર્શન કરીને તે કોઈ પણ રીતે Team India તરફ થી રમવા આતુર હોય છે પરંતુ ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગમે તેટલી મહેનત કરશે પરંતુ Team India માં તેની વાપસી ક્યારેય થવાની નથી. સૌરાષ્ટ્ર ટીમના પૂર્વ કોચ અને પૂર્વ ભારતીય ખેલાડી કરશન ઘાવરીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન આ વાત કહી હતી.
કરશન ઘાવરીએ એક અંગ્રેજી અખબાર સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ૨૦૧૯-૨૦ ની રણજી સીઝન દરમ્યાન Team India ના પસંદગીકારે કહ્યું હતું કે હવે કદાચ જયદેવ ઉનડકટ ગમે તેટલું સારું પ્રદર્શન કરે પરંતુ Team India માં તેને જવું ઈમ્પોસ્સીબલ
ઘાવરીના જણાવ્યા મુજબ એ પૂર્વ પસંદગીકારે તેની પાછળ નું કારણ જયદેવ ઉનડકટ ની ઉમરને ગણાવી હતી.
ઘાવરીએ કહ્યું હતું કે મેં રણજી ટ્રોફી ૨૦૧૯-૨૦ ના ફાઈનલ દરમ્યાન પસંદગીકારે પૂછ્યું હતું કે જો એક ફાસ્ટ બોલર ૬૦ થી વધુ વિકેટ ખેડવે અને ટીમને રણજી ટ્રોફીના ફાઈનલ સુધી પહોચાડી દે તો શું તેને India ‘એ’ માટે પસંદ ન કરવો જોઈએ ?? આ સવાલનો જવાબ આપતા તેણે મણે કહ્યું હતું કે ભાઈ, ઉનડકટ હવે ટીમ India માટે પસંદ નહિ થાય અને તેનું નામ હવે ૩૦ ખેલાડીઓમાં પણ ગણવામાં આવતું નથી. અને ત્યારે મેં એને પૂછ્યું કે શું કામ ? તો તેણે કહ્યું કે ઉનડકટ હવે ૩૨-૩૩ વર્ષનો થઇ ગયો છે અને આ જ વાત તેની વિરુદ્ધમાં જાય છે.
આ જ પસંદગીકારે આગળ એ પણ કહ્યું હતું કે ટીમ India વધતી ઉમરના ખેલાડીઓ સાથે શા માટે દાવ લગાવશે ? ટીમ ૨૧-૨૨ અથવા વધીને ૨૩ વર્ષના ખેલાડીને પસંદ કરશે જેથી તે ૮ થી ૧૦ વર્ષ તો રમી જ શકે. અને એક પ્રશ્ન એ છે કે આજે જો ઉનડકટને પસંદ કરી લેવામાં આવે તો તે કેટલા વર્ષ સુધી ટીમ India માટે રમશે ? ઉનડકટ વિષે આ વાત ત્યારે કહેવામાં આવી હતી જયારે તેને રણજી સિઝનમાં ૬૭ વિકેટ લઈને રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઉનડકટએ ૧૦ મેચની 16 ઇનિગ્સ માં આ ચમત્કાર કર્યો હતો. તે રણજી ટ્રોફીની એક જ સિઝનમાં સૌથી વધુ વિકેટ મેળવનારો ફાસ્ટ બોલર છે. જો આટલું જોરદાર પ્રદર્શન કરવા છતાં પણ પસંગીકાર એને તક ના આપે તો પછી તેના માટે આગલો રસ્તો ઘણો કપરો દેખાય રહ્યો છે.