વિદેશી ક્રિકેટ બોર્ડ તેમના ખેલાડીઓને રમવા ના મોકલે તો પણ BCCI ટુર્નામેન્ટ પૂરી કરવા માટે મક્કમ છે.
IPL ની ટુર્નામેન્ટ હજુ બાકી છે હવે તે અધુરી ટુર્નામેન્ટ ૧૮ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોમ્બર દરમ્યાન પૂરી કરવામાં આવશે. અને આ અધુરી ટુર્નામેન્ટ યુએઈમાં રમાશે. તેવી ભારતીય ક્રિકેટ બોર્ડ ની સ્પેશ્યલ જનરલ મીટિંગમાં આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી. BCCI ના પ્રમુખ ગાંગુલીના સંચાલન હેઠળ હોદ્દેદારો અને અસોસિએસનના પ્રમુખોની વર્ચ્યુલ મીટિંગ યોજાઈ હતી. જેના માટે ગાંગુલી મુબઈ આવેલા.
આ વર્ષે IPL ભારતમાં જ યોજાઈ હતી પરંતુ ૨ મે ના રોજ ૬૦ માંથી ૨૯ મેચો પૂરી થઇ ત્યારે જ છ ખેલાડીઓ કોચ, ગ્રાઉન્ડ સ્ટાફ અને બસ ક્લિનરનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જુદી જુદી ટીમોમાં ભય વ્યાપી ગયો હતો.
એટલું જ નહી પરંતુ ક્વોરન્ટાઇનના નિયમ પ્રમાણે ટીમનો ખેલાડી પોઝિટિવ થાય બાકી ના ખેલાડીઓએ પણ ક્વોરન્ટાઇન થવું પડે.
IPL આ નિયમને આધીન યોજવી શક્ય નહોતી
જો IPL રદ થાય તો ભારતીય ક્રિકેટ બોર્ડ ને ટીવી, બ્રોડકાસ્ટ અને પ્રયોજકો તરફ થી જે મળવાપાત્ર રકમ હોય તેમાં રૂ.૨૨૦૦ કરોડ ની ખોટ જાય. અને એટલા માટે જ તેને કોઇપણ ભોગે સરભરા કરવા ભારતીય ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટને પૂરી કરવાનો રસ્તો શોધતું જ હતું. જો કે નસીબ સારા એટલે સાત મહિનાના ભરચક પ્લાનિંગ માં ૧૫ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોમ્બર સુધીની તારીખોમાં એડજસ્ટ થઇ શકે તેમ હતું. અને આ દરમ્યાન ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ જણાવી દીધું કે અમે અમારા જ કેલેન્ડરને વળગી જ રહીશું. અને અમે અમારા ક્રિકેટરોને IPL માટે નહી મોકલીએ.
આજે મીટીંગમાં આ મુદે પણ ચર્ચા થઇ હતી જેમાં ભારતીય ક્રીકેટ બોર્ડે પોતાની મક્કમતા બતાવી હતી. BCCI એ અન્ય ક્રિકેટ બોર્ડને મેસેજ પાઠવ્યો હતો કે તમે તમારા કોઈ ખેલાડીઓને આઈપીએલની અધૂરી ટુર્નામેન્ટ રમવા ન મોકલો તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમે તો જે પણ ઉપલબ્ધ ખેલાડીઓ હશે તેનાથી ફ્રેન્ચાઇઝી તેની ટીમ બનાવે તેવો આગ્રહ રાખીશું. હવે તો આઈપીએલ ની અધૂરી ટુર્નામેન્ટ તો રમાશે જ.
ટૂંક સમય માં જ IPL નો અધુરો કાર્યક્રમ જાહેર થશે. બાકી રહેલી ૩૧ મેચોને ૨૧ દિવસોમાં પૂરી કરવાની હોવાથી ૧૦ દિવસ અવ હશે કે જેમાં રોજની ૨ મેચો રમાશે. અને આ મેચોની શરૂઆત શનિવાર થી થશે. અને ફાઈનલ પણ શનિ કે રવિવારે જ રમાશે જેથી કરીને મહત્તમ દર્શકો તેનો લાભ લઇ શકે.
જો કે બ્રોડકાસ્ટ અને પ્રયોજકો બોર્ડના આ અધુરી ટુર્નામેન્ટ ના નિયમથી ખુશ નહી હોય કેમ કે ઘણા વિદેશી ખેલાડીઓ નહી હોય. અને જેઓ પણ રમશે તેઓનું લક્ષ્ય વર્લ્ડકપ ટી-૨૦ કે જે ૨૪ ઓક્ટોમ્બરથી રમાનાર છે તે જ હોય તેઓ ફિટનેસ જાળવાઈ રહે તે ધ્યાન સાથે રમશે. અને હવે તો દર્શકોને પણ IPL માં હવે અડધેથી રસ પેદા કરવો અઘરો પડશે તેમાં પણ ૧૦ મેચો તો બપોરના સમયમાં રમાશે.
World Test Championship અને તે પછી ભારત ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ રમીને ડાયરેક્ટ જ IPL રમવા દુબઈ જશે જેથી ચાહકો પણ ક્રિકેટથી કંટાળ્યા હશે. ક્રિકેટરો પણ થાક્યા હશે. અને તેમાં પણ ટી-૨૦ Worldcup પણ IPL ના અઠવાડિયા પછી શરુ થશે. તેથી અંદરથી તો તેઓ ને પણ અગવડ અને તણાવ, અને થાક તો હશે જ.
આ પણ વાંચો….
Jaydev Unadkat માટે Team India નો
ડેલો બંધ, હવે પસંદગી નહી થાય