5G wireless ટેસ્ટિંગને લઈને દુનિયાભરમાં વિવિધ પ્રકારની વાતો સાંભળવા મળી રહી છે. કેટલાક લોકો ફાયદા બતાવે છે તો કેટલાકનું માનવું છે કે આનું ટેસ્ટિંગ ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. દેશ અને દુનિયામાં લોકો અલગ અલગ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી Juhi Chawla એ પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અને Juhi Chawla દેશમાં 5G wireless ટેસ્ટિંગ વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો છે.
bollywood actress જૂહી ચાવલાએ સોમવારે દેશભરમાં 5G wireless નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહીએ અરજીમાં દાવો કર્યો છે કે 5G wireless નેટવર્કથી લોકો ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ અને જીવો પર કિરણોત્સર્ગ( રેડિયેશન)ની વિઘાતક અસર થઈ રહી છે. જસ્ટિસ સી. હરિ શંકરે આ અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી લીધા છે. તેમણે આ મામલો બીજી બેંચ સમક્ષ સ્થાનાંતરિત કરતી વખતે આગામી સુનાવણી માટે 2 જૂનની તારીખ નક્કી કરી કરી દીધી છે.
bollywood actress Juhi Chawla દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ટેલીકોમ ઉદ્યોગની 5G wireless માટેની યોજના સફળ થાય છે, તો એવી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ નહીં હોય જે દિવસનાં 24 કલાક અને વર્ષનાં 365 દિવસ આરએફ વિકિરણનાં સ્તરથી બચવા સક્ષમ હશે, જે હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી વધું છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે 5G જ્યાં લોકો પર ગંભીર અસર કરશે, ત્યાં જ પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. અભિનેત્રી વતી એડવોકેટ દીપક ખોસલાએ અરજીમાં કહ્યું છે કે સક્ષમ ઉચ્ચ અમલદારો / અધિકારીઓને તે પ્રમાણિત કરવાનાં નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે, કે 5G ટેકનોલોજી લોકો, બાળકો, પ્રાણીઓ અને દરેક પ્રકારના પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ માટે સલામત છે.