Dolphin(ડોલ્ફિન માછલી) પાણીમાં જાત-જાતના કરતબ બતાવવામાં પ્રખ્યાત છે. પરંતુ અહીં Dolphin Robot અંગે વાત થઇ રહી છે. તમે માણસ જેવા દેખાતા Robot અંગે સાંભળ્યુ હશે. પરંતુ હવે માછલી જેવો પણ Robot બની ચુક્યો છે. જી
હા અમેરિકામાં Dolphin નો Robot બનાવવામાં આવ્યો છે.
0.25 ટન વજનની આ Dolphin ની કિંમત 18 મિલિયન પાઉન્ડ છે, જે પાર્કમાં દર્શકોને આકર્ષિત કરવા માટે અસલી માછલી ની જગ્યા લઇ શકે છે. અંદાજે 2.5 મીટર લાંબી આ Robot મેડિકલ- ગ્રેડ સિલિકોનથી કવર છે ને પાણીની નીચે સરળતાથી તરી શકે છે. આ એકદમ અસલી ડોલ્ફિનની જેમ વર્તન કરે છે, આ ડોલ્ફિન મોટી સંખ્યામાં હાજર લોકો સામે પણ પરફોર્મ કરી શકે છે.
Dolphin Robot ને લોસ એન્જલસના એક સ્ટેડિયમમાં રિયલ ડોલ્ફિનની જેમ બાળકો સાથે સ્વિમિંગ કરી. આશા છે કે આ Dolphin Robot માછલી અંદાજે 3000 સ્તનધારીને મુક્ત કરવામાં મદદ કરી શકે છે, જ્યા તેનો ઉપયોગ કરતબ બતાવી દર્શકોને આકર્ષિત અને રૂપિયામાં કમાવવામાં કરી શકાય છે. ઑરલેંડો, ફ્લોરિડામાં ડોલ્ફિન જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય ચે. જોકે હવે દર્શકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
World, meet Delle! 🐬👋
PETA SVP Lisa Lange is in Los Angeles with an exclusive preview of Delle—@edgedolphin's game-changing animatronic dolphin designed to change the world.Find out how Delle is helping animals still imprisoned in marine parks. https://t.co/AOk50O4MTd pic.twitter.com/N7j18cTH9h
— PETA (@peta) May 27, 2021
Dolphin એક જળચર સસ્તન પ્રાણી છે, જે નદીઓ તેમજ સમુદ્રમાં જોવા મળે છે.
Dolphin ની ૪૦થી વધુ જાતો સમગ્ર વિશ્વમાં મળી આવે છે. તેમાંથી ૩૭ જેટલી પ્રજાતિ દરિયામાં જોવા મળે છે.
Dolphin દરિયા ઉપરાંત નદીમાં પણ જોવા મળે છે.
જીવ વૈજ્ઞાનિકોના મત મુજબ Dolphin નું અસ્તિત્વ 2 કરોડ વર્ષ પહેલાંનું છે.
તેની યાદશક્તિ અન્ય સમુદ્રી જીવો કરતાં સૌથી તેજ હોય છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે ડોલ્ફિન માછલી નહીં પણ એક સસ્તન પ્રાણી છે. તે ઈંડાં નહીં પણ બચ્ચાંને જન્મ આપે છે.
તેમની સાંભળવાની ક્ષમતા મનુષ્ય કરતાં દસ ગણી વધારે હોય છે.
અત્યાર સુધીમાં સૌથી મોટી જોવા મળેલી ડોલ્ફિન ૩૨ ફૂટની હતી, જેનું વજન ૯૦૦૦ કિલો જેટલું હતું
સૌથી નાની જોવા મળેલી Dolphin ૪ ફૂટની હતી અને તેનું વજન ૪૦ કિલોગ્રામ જેટલું હતું.
Dolphin ક્યારેય પોતાનો ખોરાક ચાવતી નથી, તે સીધો ખોરાક ગળી જાય છે.
આ પણ વાંચો
Corona Test થયો આસાન, નવી પધ્ધતિ મુજબ હવે કોગળા કરીને પણ કોરોનાનો ટેસ્ટ કરી શકાશો.