Kejriwal સરકાર ની મંજૂરી આપવાથી હવે Delhi માં પણ દારૂની હોમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે સરકારે મોબાઈલ એપ કે ઓનલાઈન વેબપોર્ટલ દ્વારા દારૂની હોમ ડિલિવરી આપવા મંજૂરી આપી દીધી છે. આના પહેલા છત્તીસગઢ સરકારે પણ દારૂની હોમ ડિલિવરી શરૂ કરી હતી. આ નિર્ણય પાછળ સરકારનો તર્ક એવો છે કે, ઓનલાઈન ઓર્ડર કરવાથી દારૂ ની દુકાનોએ ભીડ એકથી ના થાય.
Delhi સંશોધન નિયમ 2021 પ્રમાણે એલ-13 લાયસન્સ ધરાવનારાઓને લોકોના ઘરે દારૂ પહોંચાડવાની મંજૂરી અપાશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લાયસન્સધારકો ફક્ત મોબાઈલ એપ કે ઓનલાઈન વેબપોર્ટલ દ્વારા ઓર્ડર મળવા પર જ ઘરે દારૂની ડિલિવરી આપશે અને કોઈ પણ કાર્યાલય, છાત્રાલય કે સંસ્થાઓને કોઈ ડિલિવરી નહીં આપવામાં આવે.
ઈ-મેઈલ, ફેક્સ દ્વારા પહેલા મળતી હતી હોમ ડિલિવરી
આમ જોઈ એ તો અગાઉ પણ દારૂ ની હોમ ડિલિવરી આપવામાં આવતી હતી પરંતુ તેમાં ઈ-મેઈલ કે ફેક્સ દ્વારા ઓર્ડર મળ્યા બાદ જ લાયસન્સધારક દારૂ પહોંચાડી શકતા હતા. હવે મોબાઈલ એપ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા ઓર્ડર કરવા પર દારૂની હોમ ડિલિવરી મળશે. તેનો મતલબ એવો નથી થતો કે તમામ દારૂની દુકાનોને તાત્કાલિક હોમ ડિલિવરી આપવા અધિકૃત કરવામાં આવશે.
SC: રાજ્ય દારૂની હોમ ડિલિવરી માટે વિચાર કરે
સુપ્રીમ કોર્ટે દયા વર્ષે જ ટિપ્પણી કરી હતી કે રાજ્યો એ દારૂની હોમ ડિલિવરી અંગે વિચાર કરવો જોઈએ કારણ કે, દારૂની દુકાનો બહાર ભીડના કારણે કોરોના ગાઈડલાઈન્સના ઉલ્લંઘનની અનેક તસવીરો સામે આવી હતી. ત્યાર બાદ કોરોનાની બીજી લહેર આવતા જ Delhi માં ફરી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.
હોમ ડિલિવરી ચાલુ, દુકાનો બંધ
kejriwal સરકારે Corona ના ધટાડો થતા ધીમે-ધીમે અનલોક પ્રોસેસ શરૂ કરી દીધી છે. પણ ભીડ વાળી જેવી કે દારૂ ની દુકાનો ખોલવા અંગે નિર્ણય લેવાયો નથી. હવે દારૂની દુકાનો બંધ હોવાથી થઈ રહેલા મહેસૂલી નુકસાનને કવર કરવા માટે સરકારે હોમ ડિલિવરીની મંજૂરી આપી છે.
MODI સરકારે સાત વર્ષમાં સાત ગંભીર ભૂલ કરી છેઃ Congress