ભારત માં Corona વાયરસની બીજી લહેરને કારણે ધોરણ 12 CBSE પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. PM મોદીની અધ્યક્ષતામાં પરીક્ષાને લઈને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે PM Modi એ આ હાઈ પ્રોફાઇલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સિવાય, શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, શિક્ષણ મંત્રાલયના સચિવનો પણ હાજર હતા.
આ ઉપરાંત આ બેઠકમાં CBSE ના અધ્યક્ષ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં PM MODI ને ધોરણ 12 CBSE પરીક્ષાના તમામ વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યો અને હોદ્દેદારો સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક, માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની ઉપરાંત તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવોએ આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો હતો. બેઠકમાં શિક્ષણ પ્રધાન રાજ્યોને 25 મે સુધી તેમના સૂચનો આપવા તાકીદ કરી હતી.
Kejriwal પણ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવે તેવી અપીલ કરી
આ પહેલા દિલ્હીના CM Arvind Kejriwal એ એક ટ્વિટમાં કહ્યું હતું કે, બાળકો અને માતા-પિતા ધોરણ 12 CBSE પરીક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે, તેઓ ઇચ્છે છે કે રસીકરણ વિના ધોરણ 12 CBSE પરીક્ષા ન યોજાય. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે ધોરણ 12 CBSE ની પરીક્ષા રદ કરવામાં આવે. અને કામગીરીના આધારે તેનું મૂલ્યાંકન થવું જોઇએ.
ધોરણ-10 માં માસ પ્રમોશન મળ્યું ,પણ હવે એ ચિંતા બધા વિદ્યાર્થીઓ ના પ્રવેશ ક્યાં અને કેવી રીતે થશે?