Government Car માં દારૂની બિન્દાશ મહેફિલ
મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ સરકારના મંત્રી પ્રભુરામ ચૌધરીની Government Car માં દારૂની બિન્દાશ મહેફિલ ચાલી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોય શકો છો કે સરકારી કારમાં બેસીને બેફિકર ત્રણ યુવકો દેશી દારૂ પી રહ્યા હોય ને સવાલ પૂછનારને ધમકી આપતા હોય એવું દેખાય છે. આ વીડિયો રાયસેન જિલ્લાના સતલાપુરનો હોવાનું કહેવાય છે.
એમાં થયું એવું કે Government Car (મંત્રીની કાર) નો ડ્રાઈવર સાયરન વગાડતો આવતાં લોકોને લાગ્યું કે પોલીસ આવી લાગે છે તેથી લોકો બહાર દોડી આવ્યાં હતાં. પરંતુ અહીં તો પોલીસના બદલે મંત્રીની કાર દેખાતાં અમુક યુવાનો નજીક ગયા ત્યારે અંદર દારૂની બિન્દાશ મહેફિલ ચાલી રહી હતી. એ જોય ને યુવાનો એ સવાલ કરતાં ડ્રાઈવરે તોછડાઈ થી જવાબ આપીને કાર ભગાડી મૂકી હતી.
MP के कैबिनेट मंत्री के स्टॉफ का जलवा तो देखिए…कोरोना कर्फ्यू में सरेआम सरकारी गाड़ी ( MP 02 AV 6452 ) में शराबखोरी…
हे "प्रभु राम" आपके राज में ये मुमकिन है ???@SatyaVijaySin20 @Yogendra_INC @BJP4MP @SINGH_SANDEEP_ pic.twitter.com/CICgu6QRVc
— Naveen Singh (@Naveen_K_Singh_) May 31, 2021
વીડિયો વાયરલ થયા પછી જયારે ચૌધરીને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે હાથ અધ્ધર કરી દીધા પણ તેમના સમર્થકોનો દાવો છે કે, આ ભાજપના જ લોકોનું કારસ્તાન છે. પહેલાં ચૌધરી કોંગ્રેસ સરકારમાં પ્રધાન હતા. જયારે એ ભાજપમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આવ્યા ત્યારે પણ ભાજપના મૂળ કાર્યકરો તેમને પસંદ નથી કરતા. ચૌધરીને બદનામ કરવા માટે ભાજપ જ વીડિયો વાયરલ કરાવે છે.
દિલ્હી માં હવે થી દારૂ ઘરેબેઠા ઓર્ડર કરી શકાશે, કેજરીવાલ સરકારે હોમ ડિલિવરીને આપી મંજૂરી