Rahul Gandhi (રાહુલ ગાંધી) એ પોતાના એક ટ્વિટમાં લોકોને મફત Corona vaccine માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી
દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશન ની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં Vaccine ના અભાવે રસી મુકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં Vaccine ને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.
Rahul Gandhi (રાહુલ ગાંધી) એ ટ્વિટમાં લોકોને મફત Corona vaccine માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, Corona સામે vaccine જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત vaccine મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે. કેન્દ્ર સરકાર ને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, Corona સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી vaccine અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચુકયા છે.
#SpeakUpForFreeUniversalVaccination
પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. Corona vaccine ના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે Rahul Gandhi એ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સીન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે.
Corona vaccination અભિયાનની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં 21.85 કરોડ લોકોને કોરોનાની વેક્સીન મુકાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 23 લાખ ઉપરાંત લોકોને વેક્સીન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 17.34 કરોડ લોકોને પહેલો ડોઝ અને 4.51 કરોડ લોકોને બે ડોઝ અપાઈ ચુકયા છે.