Reliance Industries (RIL)એ પોતાના કર્મચારીઓ માટે મોટી પહેલ કરી છે. Reliance Industries દ્વારા ઘોષણા કરવામાં આવી છે Corona સંક્રમણના કારણે જીવ ગુમાવનાર પોતાના કર્મચારીઓના પરિવારને આગામી પાંચ વર્ષ સુધી માસિક વેતન આપશે. આ ઉપરાંત કંપની દ્વારા પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ પણ કરવામાં આવશે.
Mukesh Ambani દ્વારા જાહેર કરાયેલા પગલાં શું છે?
- પરિવારને ને પગાર
- બાળકો ના ભણતર નો ખર્ચ
- હોસ્પિટલ નો ખર્ચ
- કોવિડ-19 લીવ
- કામદારો માટે લાભ
કોઈ પણ કર્મચારી કોરોનાગ્રસ્ત છે અથવા તેના પરિવારનો કોઇ સભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યો હોય તો તે શારીરિક અને માનસિક રૂપે સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય ત્યાં સુધી કોવિડ-19 લીવ લઇ શકે છે. વિશેષ રૂપે, આ લીવ પોલીસી તે સુનિશ્વિત કરવા માટે વધારવામાં આવી છે કે Reliance ના તમામ કર્મચારી સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય અથવા પોતાના કોવિડ-19 પોઝિટિવ પરિવારના સભ્યોની સારસંભાળ પર ધ્યાન કેન્દ્રીત કરે.
ઓફ રોલ કર્મચારીઓના કોવિડથી મોત થવા પર પરિવારને 10 લાખ
Reliance Foundation ની અધ્યક્ષ Nita Ambani એ 2 June કહ્યું કે કંપની તમામ ઓફ રોલ કર્મચારીઓના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયા ચુકવશે. જેમણે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો :
સરકારી કાર માં દેશી દારૂની મહેફિલ, કારસ્તાન ભાજપીઓનું હોવાનો દાવો