AIIMS Patna ખાતે બાળકો પર કોરોનાની રસીને લઇ ને ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી, 3 બાળકોને covid vaccine નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે.
AIIMS Patna (પટના) ને રસીની ટ્રાયલ માટે કુલ 80 બાળકો નો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
આમાં થી 3 બાળકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે. ત્રણેય બાળકોની ઉંમર 12 થી 18 વર્ષની વય જૂથમાં છે અને તે પટનાના રહેવાસી છે.
કોઈની ઉપર કોઈ આડઅસર જોવા મળી નથી. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા-પિતાને ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું છે.
108 બાળકો એ સ્વૈચ્છિક નોંધણી કરાવી
80 બાળકો નો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
15 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરાયુ
3 જ ટ્રાયલને લાયક મળ્યાં
આ પણ વાંચો : 2 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેની કોરોના રસી, DCGI એ ટ્રાયલ માટે આપી મંજૂરી…
AIIMS Patna (પટના) ને રસીની ટ્રાયલ માટે ટોટલ 108 બાળકોએ સ્વૈચ્છિક નોંધણી કરાવી છે.
એમાંથી 15 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરવામાં આવી હતી અને ફક્ત 3 જ ટ્રાયલને લાયક મળ્યાં હતાં.
આ ત્રણેય બાળકોને 28 દિવસના અંતર પછી બીજો ડોઝ આપવામાં આવશે.
એકવાર તેમના રસીકરણ પૂર્ણ થયા પછી બાળકોને રસીની કોઈપણ આડઅસર માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. AIIMS Patna (પટના) તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે બાળકોને ત્રણ જૂથોમાં વહેંચ્યા છે.
આ પણ વાંચો : દેશને કોરોનાથી બચાવવા ઓગષ્ટથી રોજ ૯૦ લાખ લોકોને આપવી પડશે વેક્સીન….