Congress ના મહાસચિવ Priyanka Gandhi (પ્રિયંકા ગાંધી)એ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન પર સવાલ ઉઠાવ્યા છે. વેક્સિનેશનને લઈને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સરકારની ટીકા કરી રહ્યા છે.
Priyanka Gandhi સવાલ પૂછતા કહ્યુ છે કે, Vaccine માટે 35000 કરોડ રૂપિયાનુ બજેટ હતુ અને આ રકમ ક્યાં ખર્ચાઈ છે તે સરકાર જણાવે.
MAY મહિનામાં Vaccine ની ઉત્પાદન ક્ષમતા 8.5 કરોડ હતી અને ઉત્પાદન 7.94 કરોડનુ થયુ હતુ. 6.1 કરોડ લોકોને Vaccine આપવામાં આવી હતી.
JUNE મહિનામાં 12 કરોડ વેક્સીન ડોઝના ઉત્પાદનનો સરકારનો દાવો છે તો એક જ મહિનામાં Vaccine કંપનીની ઉત્પાદન ક્ષમતામાં 40 ટકાનો વધારો કેવી રીતે થઈ ગયો.
Vaccine બજેટ માટેના 35000 કરોડ રૂપિયા ક્યાં વપરાયા? અંધેર વેક્સી નીતિ અને ચોપટ રાજાનુ દેશમાં શાસન છે.
આ પહેલા પણ Priyanka Gandhi એ કહ્યુ હતુ કે ,દેશમાં સરેરાશ 19 લાખ લોકોને રોજ Vaccine અપાઈ રહી છે.સરકારની ઢીલી નીતિના કારણે વેક્સીનેશન પ્રોગ્રામ અધવચ્ચે લટકી રહ્યો છે.
દેશવાસી ઓને આશા હતી કે, મફત Vaccine મળશે પણ તેની જગ્યાએ વેક્સીનેશન સેન્ટરો પર તાળા છે. માત્ર 3.4 ટકા લોકોને વેક્સીનના બે ડોઝ મળ્યા છે. કેન્દ્ર સરકારે જવાબદારી રાજ્યો પર ડોળી દીધી છે. ડિસેમ્બર સુધીમાં જો તમામ પુખ્ત વયના ભારતીયોને રસી મુકવી હોય તો રોજ 70 થી 80 લાખ લોકોને રસી મુકવાની જરૂર છે.
આ પણ વાંચો: દેશના તમામ લોકો મફત Corona vaccine માટે અવાજ ઉઠાવે, Rahul Gandhi ની અપીલ
Priyanka Gandhi આને જવાબદાર કોણ છે…શિર્ષક હેઠળ રોજ સરકારને સવાલો પૂછી રહ્યા છે. Priyanka Gandhi એ એવુ પણ કહ્યુ હતુ કે, સરકારની નિષ્ફળ નીતિના કારણે અલગ અલગ ભાવે Vaccine મળી રહી છે. જે કેન્દ્રને 150 રૂપિયામાં Vaccine મળે છે તે Vaccine રાજ્યોને 400 રૂપિયામાં અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયામાં મળી રહી છે, આ પ્રકારનો ભેદભાવ સમજાતો નથી.