MODI સરકારના સાત વર્ષ પૂરા થવા નિમિત્તે Congress તેના પર પ્રહાર કરતા કહ્યું છે કે મોદી સરકાર દેશ માટે હાનિકારક છે. આ સરકારે સાત વર્ષમાં સાત ગંભીર ભૂલો કરી છે તેવો Congress એ આક્ષેપ કરીને કહ્યું છે કે મોદી સરકાર અર્થતંત્રથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સહિતના તમામ મોરચે નિષ્ફળ ગઈ છે.
ચીન સામે સરકારે સરેન્ડર કરી દીધું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે દેશના અર્થતંત્રનો સિસ્ટેમેટિક રીતે નાશ કરાયો છે, જેને કારણે આર્થિક વૃદ્ધિદર ઘટ્યો.
કોરોનાકાળ પહેલાં પણ GDP ગ્રોથ ઘટીને 4.2 ટકા આવી ગયો હતો જે 2015-16માં 8.1 ટકા હતો. દેશ સ્વતંત્ર થયો પછી પહેલી વાર અર્થતંત્ર રિસેશનમાં આવી ગયું.
GDP ગ્રોથ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં માઈનસ 24.1 ટકા થઈ ગયો. બીજા ક્વાર્ટરમાં માઈનસ 7.5 ટકા થઈ ગયો. સમગ્ર વર્ષનો જીડીપી ગ્રોથ માઈનસ 8 ટકા જેવો આવવાનો અંદાજ છે. બાંગ્લાદેશ જેવો દેશ પણ માથાદીઠ આવકમાં ભારત કરતાં આગળ નીકળી ગયો.
મોદી સરકાર ની ગંભીર ભૂલો
-
- નોટબંધી
- જીએસટીનો ખરાબ રીતે અમલ
- દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવાયું માત્ર 4 કલાકન નોટિસમાં
- વર્ષે 2 કરોડ લોકોને નોકરીનું વચન આપ્યું અને થયું ઊલટું, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી થઈ. કોરોનાકાળમાં 12.2 કરોડ લોકોએ નોકરી ગુમાવી
- ખાદ્યતેલ, કઠોળ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા
- સરકાર કૈલાશ રેન્જમાંથી તેના સૈનિકોને હટાવવા સંમત થઈ ગઈ, ચીન સામે ઝૂકી ગઈ.
- કોરોના ક્રાઈસીસનું મિસ-મેનેજમેન્ટ.
આ પણ વાંચો…
Vaccine ની અછત પર Rahul Gandhi ના આકરા પ્રહાર!: આ સરકારની નીતિ છે, સત્ય છુપાવું અને જુઠ્ઠાણુ ફેલાવું.