PM MODI એ દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે PM CARES Fund દ્વારા મોટી સહાય ની જાહેરાત કરી.
PM MODI એ કોરોના સંકટમાં માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે PM CARES Fund દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે.
Corona માં અનાથ થયેલા બાળકોને PM CARES Fund માંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ PM કેર ફંડ માંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.
આ બાળકો ને કેન્દ્ર સરકારની કોઈપણ નિવાસી શાળાઓ જેવી કે નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ વગેરેમાં પ્રવેશ આપવામાં આવશે. જો વાલી / દાદા દાદી / વિસ્તૃત કુટુંબ બાળકની સંભાળ રાખે છે, તો તેણીને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા ખાનગી શાળામાં ડે સ્કોલર તરીકે દાખલ કરવામાં આવશે.
પીએમઓ(PMO) દ્વારા જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી તેમાં જણાવાયું છે કે, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનના સૌજન્યથી કોવિડ અસરગ્રસ્ત બાળકોના સમર્થન અને સશક્તિકરણ માટે પગલા લેવામાં આવ્યા છે, Corona ને કારણે તેમના માતાપિતાને ગુમાવનારા ઓને સહકાર દેવા સરકાર સાથે ઊભી છે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઈપેન્ડ અને 23 વર્ષની ઉંમરે PM કેર ફંડ માંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે.
- પીએમઓ(PMO) એ જણાવ્યું કે આ બાળકોનું મફત શિક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
- બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને આ લોન પરનું વ્યાજ PM CARES Fund માંથી ચૂકવવામાં આવશે.
- આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત, 18 વર્ષ સુધીના બાળકોને 5 લાખનો મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ PM CARES Fund દ્વારા ચૂકવવામાં આવશે.
PM નરેન્દ્ર મોદીએ એ જણાવ્યું કે, બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધુ જ કરી છૂટવા તૈયાર છીએ. એક સમાજનાં તરીકે આ અમારું કર્તવ્ય છે કે, આપણે બાળકોની સારસંભાળ રાખીએ, અને તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશા જગાવીએ.
આ પણ વાંચો
થોડા સમય માં જ 2000 રૂપિયાની નોટ બજારમાં જોવા મળશે નહી
જી હા, RBI એ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં 2000 રૂપિયાની નોટ છાપવામાં નહી આવે…