લોકપ્રિય ટીવી સિરિઝ Taarak Mehta Ka Ooltah Chashmah (તારક મહેતા કા ઉલટા ચશ્મા) ની અભિનેત્રી મુનુમુન દત્તા ઉર્ફે Babitaji ની મુશ્કેલી ફરી વધી
Taarak Mehta Ka Ooltah Chashmah ના એક્ટ્રેસ babitaji સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેના પર સોશિયલ મીડિયા પરના એક વિડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કરવાનો આરોપ છે. આ પહેલા મુનમુન દત્તા સામે આ વિડિયો બદલ હરિયાણા, એમપીમાં પણ કેસ થઈ ચુકયા છે.
જે વિડિયોને લઈને બબાલ થઈ છે તેમાં તે પોતાના ફેન્સ સાથે વાત કરે છે અને તેમાં તે એક જાતિવાચક શબ્દનો વાંધાજનક રીતે ઉપયોગ કરે છે.આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ તેના માટે એક્ટ્રેસને ટ્રોલ પણ કરી હતી.એ પછી તેની સામે એસસી-એસટી એકટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ થઈ હતી.વિવાદ વધ્યા બાદ મુનુમુન દત્તા ઉર્ફે Babitaji એ માફી પણ માંગી હતી. તેણે કહ્યુ હતુ કે, મેં એક ખોટા શબ્દનો ઉપયોગ કર્યો હતો.મારો ઈરાદો કોઈનુ અપમાન કરવાનો કે કોઈની લાગણી દુભવવાનો નહોતો.મને ખરેખર આ શબ્દ અંગે જાણકારી નહોતી.
તેણે કહ્યુ હતુ કે, જેવી મને ખબર પડી કે આ શબ્દ વાંધાજનક છે એટલે તરત મેં મારા નિવેદનને પાછુ ખેંચ્યુ હતુ. મુનમુન દત્તાએ માફી માંગી ને કહ્યું હું પૂરી જવાબદારી સાથે એ વ્યક્તિની માફી માંગુ છું જેની લાગણીને મેં ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો
Jaydev Unadkat માટે Team India નો ડેલો બંધ, હવે પસંદગી નહી થાયCorona Test થયો આસાન, નવી પધ્ધતિ મુજબ હવે કોગળા કરીને પણ કોરોનાનો ટેસ્ટ કરી શકાશો.