Corona Test ની એક નવી રીતને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જેમાં હવે કોગળા કરીને Corona સંક્રમણની તપાસ કરી શકાશે.
નાગપુર સ્થિત નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ટેસ્ટિંગની નવી રીત શોધવામાં આવી છે. ઈન્સ્ટિટ્ટ્યુટની ટીમોને દેશભરની લેબોરેટરીમાં જઈને આ પ્રકારના Corona Test ની તાલીમ આપવાની પણ મંજૂરી આપી દેવાયી છે. આ પધ્ધતિ પ્રમાણે Corona Test કરાવવા આવેલા દર્દીને સલાઈન વોટરથી કોગળા કર્યા બાદ એક સામાન્ય કલેક્શન ટ્યુબમાં થૂંકવાની જરૂરિયાત હોય છે. એ પછી આ સેમ્લને એક લેબોરેટરીમાં રૂમ ટેમ્પરેચર પર એક બફર સોલ્યુશનમાં રાખવામાં આવે છે. આ સોલ્યુશન નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે. એ પછી તેને આરટી પીસીઆર માટે પ્રોસેસ કરવામાં આવે છે.
નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે Corona Test ની નવી પધ્ધતિ બહુ સસ્તી છે અને લોકો જાતે પણ Corona Test કરી શકશે. કારણકે આ પધ્ધતિમાં સેલ્ફ ટેસ્ટિંગને મંજૂરી છે. આમ કલેક્શન સેન્ટર પર લોકોને લાઈન લગાવવાની જરૂર નથી તથા સમયની પણ બચત થાય છે. બહાર લેબોરેટરીમાં લાઈનમાં નહીં ઉભુ રહેવુ પડતુ હોવાથઈ સંક્રમણનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
બીજી તરફ નાક અને ગળામાંથી સ્વેબ લેવામાં વધારે સમય લાગે છે અને આ પધ્ધતિમાં કેટલાક દર્દીઓ અસુવિધા પણ અનુભવતા હોય છે. સ્લાઈન વાળા પાણીથી કોગળા કર્યા બાદ ટેસ્ટ કરવામાં સમય પણ લાગતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ટેસ્ટિંગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે ત્યાં આ પધ્ધતિ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે.