Morari Bapu એ કોરોના સામે લડવા રાજુલામાં રામકથા દરમિયાન 1 કરોડ રૂપિયા ની સહાય જાહેરાત કરી હતી.
Morari Bapu એ અત્યારે ફરી વાર યાસ Yaas Cyclone(યાસ વાવાઝોડું) આવતા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકો ને ખુબજ નુકસાન થયું છે અને આવા અસરગ્રસ્ત પરિવાર માટે Gujarat થી કથાકાર મોરારી બાપુએ 5 લાખ રૂપિયા ની સહાય મોકલી છે. મોરારી બાપુએ ઓરિસ્સાના અસરગ્રસ્ત પરિવારો માટે 2.5 લાખ અને પશ્ચિમ બંગાળના વાવાઝોડા ગ્રસ્ત લોકોને પણ 2.5 લાખ એમ કુલ 5 લાખ રૂપિયાની સહાય હનુમાનજીની પ્રસાદી રૂપે Morari Bapu મોકલી આપી છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં આ સહાયની રકમને રામકથાના કોલકાતા સ્થિત શ્રોતા દ્વારા બંને રાજ્યોના અસરગ્રસ્ત લોકોને વહેંચવામાં આવશે.
Yaas Cyclone(યાસ વાવાઝોડું) બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અહીથી 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બંગળમાં 3 લાખ ઘરોને નુકસાન થયું છે. બંગાળના મુખ્યમંત્રીના જણાવ્યમા મુજબ આ તોફાનથી 1 કરોડ લોકો પ્રભાવિત થયા છે. એક વ્યક્તિનું મોત થયું છે. યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. આમ અહીં મોટા પાયે તારાજી થઈ છે જોકે સદનસીબે અગાઉ થી જ લોકો નું સ્થળાંતર કરી દેવાતાં જાનહાની ટળી હતી.
Morari Bapu એ કોરોના સામે લડવા રાજુલામાં રામકથા દરમિયાન 1 કરોડ રૂપિયા ની સહાય જાહેરાત કરી હતી.