Corona ના સમય ગાળા માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતી રેલીઓને લઈને કર્ણાટક હાઈકોર્ટે Belagavi(બેલાગાવી) ના પોલીસ કમિશ્નરને કહ્યું તમે કાયદા નથી જાણતા કે શું ? કમિશ્નરને ફટકાર લગાવી ને કહ્યુ હતું કે, ભાજપની ચૂંટણી રેલીમાં શામેલ થનારા લોકો અને અમિત શાહ વિરુદ્ધ FIR કેમ નથી કરી ?
આપને જણાવી દઈએ કે, 17 January ના રોજ Belagavi(બેલાગાવી) ના જિલ્લા સ્ટેડિયમમાં અમિત શાહની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . કોર્ટે કહ્યુ હતું કે, આ જાહેર સભામાં હજારો લોકો શામેલ થયા હતા અને કોરોના નિયમોનું પાલન નહોતુ કર્યુ, તમે કાયદા નથી જાણતા કે શું ?
ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને સૂરજ ગોવિંદરાજની ડિવીઝન બેંચે પોલીસ કમિશ્નરને આટલી બધી છૂટછાટ આપવા બદલ બરાબરના લઈ નાખ્યા હતા. પોલીસ કમિશ્નર ને કોર્ટ ને જવાબ અપવો મુશકેલ પડી ગયો. પોલીસ કમિશ્નર તરફથી આપેલા જવાબમાં લાપરવાહી જણાતા કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટે ના જર્જે કહ્યુ હતું કે, એવું લાગે છે કે, પોલીસ કમિશ્નરને કર્ણાટક મહામારી એક્ટ 2020 વિશે જાણકારી નથી. લાગે છે કે, April15 ના રોજ રાજ્ય સરકારે જાહેર કરેલા આદેશ પોલીસ કમિશ્નર જાણતા નથી. પોલીસ કમિશ્નરનો ઉધડો લેતા કહ્યુ કે, કમિશ્નરને કાયદાની ખબર નથી, તો પછી ફરિયાદ કેમ ન કરી?