Facebook, Twitter, અને Instagram આવી બધી સોશિયલ સાઈટ્સ ભારતના કરોડો લોકોના જીવનનો હિસ્સો બની ગઈ છે. પરંતુ જો હવે થી ભારત માં સોશિયલ મીડિયા કંપની ને પોતાની સાઇટ્સ ચાલુ રાખવી હશે તો ભારત સરકાર ના નિયમો નું પાલન કરવું પડશે. પરંતુ હજી સોશિયલ મીડિયા કંપનીએ તે નિર્દેશોનું પાલન કર્યું નથી. જેના આધારે કઈ સકાય કે Facebook, Twitter, અને Instagram સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બે દિવસમાં બંધ થઈ શકે.
હમણાં અમુક વર્ષો થી સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ ખરાબ રીતે થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી ને અફવાઓ ફેલાવવી, આપત્તિજનક પોસ્ટ શેર કરવી, જેને લઇ ને દેશમાં ખરાબ માહોલ સતત થઈ રહ્યા છે. આવા મામલા ઘણીવાર તો કોર્ટ સુધી પહોંચ્યા છે. સરકારની વારંવાર ચેતવણી છતા અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા કંપનીઓ તરફથી કોઈ નક્કર પગલા લેવાયા નથી. ત્યારબાદ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને એક કડક ગાઈડલાઈન બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
25 FEB 2021 એ સરકારે લાગુ કર્યા હતા નવા નિયમો જેની ડેડલાઈન હતી 26 MAY 2021
- 25 FEB 2021 ના રોજ Facebook, Twitter, અને Instagram જેવા સોશિયલ મીડિયા કંપનીઓ માટે આકરા નિયમોની જાહેરાત કરી હતી.
- જે હેઠળ તેમને રિપોર્ટ કરાયેલી સામગ્રીને 36 કલાકમાં હટાવવી પડશે અને ભારતમાં કામ કરનારા કોઈ અધિકારી સાથે એક ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવી પડશે.
- સોશિયલ મીડિયા કંપનીઓને ફરિયાદ અને નિગરાણી માટે ભારતમાં ઓફિસ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા હતા.
- આ નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં પોતાના ઓફિસર અને કોન્ટેક્ટ એડ્રસ આપવા પડશે. આ સાથે જ કમ્પલાયન્સ અધિકારીની નિયુક્તિ, ફરિયાદ-સમાધાન, આપત્તિજનક કન્ટેન્ટની નિગરાણી, કમ્પલાયન્સ રિપોર્ટ અને આપત્તિજનક સામગ્રીને હટાવવા જેવા નિયમો સામેલ છે.
પરંતુ સોશિયલ મીડિયા કંપનીએ તે નિર્દેશોનું પાલન કર્યું નથી. આથી કહી શકાય કે સરકાર ના નવા નિયમોનું પાલન કર્યું નથી. જેના કારણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ થઈ જશે ? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.