Black Fungus ને રોકવા માટેની ૩ સરળ ટીપ્સ
Corona ના કેસો વધતા જ જાય છે અને સામે આજે Black Fungus નું પણ પોતાનું સામ્રાજ્ય ધીમે ધીમે જામવા લાગ્યું છે. અને સામે Covid રિકવરી પણ વધી છે. અને અત્ય્રારે Black Fungus તેના પછી નો નવો વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. એને મ્યૂકરમાઇકોસિસ પણ કહેવામાં આવે છે. Black Fungus એ એવી બીમારી છે કે જે સામાન્ય રીતે બધા લોકોમાં જોવા મળે છે. જેઓ હાલમાં જ Corona થી સારા થયા છે . જે લાંબા સમયથી ઓક્શીજન ઉપર છે અથવા સુગર લેવલ વધી ગયું છે. અને આ ઓક્શીજન માસ્ક જેવા ક્રીટીકલ ઇકવીપમેન્ટની ખરાબ સ્વચ્છતાના કારણે થઇ શકે છે.
જો કે કેટલાક સરળ ઉપાયથી અને થોડીક ટિપ્સનું પાલન કરવાથી આ બીમારીને રોકી શકાય છે. તેના પ્રાયમરી લક્ષણોમાં ઓરલ ટીશ્યુઝ, જીભ અને ગમ્સનું ડીસ્ક્લરેસન શામેલ છે.
Black Fungus ના અન્ય લક્ષણોમાં ભરેલી નાક, તેજ દુખાવો, ચહેરા પર સોજો, આંખ નીચે ભારીપણું, બેચેની, તાવ અને માથાનો દુખાવો સામેલ છે.
આ ૩ ટીપ્સ બ્લેક ફન્ગસની સંભાવના ઓછી કરે છે-
૧. ઓરલ હાઇજીન જાણવી રાખો
Covid-૧૯ માંથી સ્વસ્થ થયા પછી દવાઓનું સેવન તમારા મોઢામાં બેક્ટેરિયા અને ફૂગને વધવા માટે સક્ષમ બનાવે છે. આ સાઇનસ, ફેફસા અને મગજમાં પણ સમસ્યાઓનું કારણ બને છે. દિવસમાં ઓછામાં ઓછા ૨ કે ૩ વાર તમારા મોં સાફ કરવાથી તમે આ બેકટેરિયાને નિયંત્રણમાં રાખી શકો છો. મૌખિક સફાઈ પણ ખુબ મદદરૂપ થવાનું સૂચન કરાયું છે.
૨. ઓરલ રાઈઝીંગ
Covid-૧૯ થી સ્વસ્થ થયા પછી સારી ઓરલ Health જાળવવી એ દર્દીઓ એ અન્ય રોગના પ્રભાવોથી પોતાને બચાવવા માટે જરૂરી છે. એકવાર નેગેટીવ ટેસ્ટ આવ્યા પછી દર્દીઓને ટૂથબ્રશ બદલવાની સલાહ આપવામાં આવે છે જેથી જુના બ્રશ પરનો વાયરસ ફરીથી હુમલો ના કરે.બીજા કોઈ અન્ય રોગના ચેપને રોકવા માટે નિયમિતપણે તમારા મોં ધોવા સલાહ આપવામાં આવે છે.
૩. ટૂથબ્રશ અને ટંગ ક્લીનર કીટાણુંરહિત કરવું
નિષ્ણાતોનું કહેવું છે કે Covid ચેપગ્રસ્ત દર્દી અથવા જેઓ સ્વસ્થ થયા છે તેને તેના બ્રશને તે જ હોલ્ડરમાં ક્યારેય ના મુકવો જોઈએ કે જ્યાં પરિવારના અન્ય સભ્યો કરે છે. તેનાથી બીજામાં વાયરસ ફેલાવવાની શક્યતા મોટા પ્રમાણમાં વધી શકે છે. એન્ટિસેપ્ટિક માઉથવોશનો ઉપયોગ કરીને, બ્રશ અને જીભ ક્લીનરને વારંવાર સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.