ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સારો એવો વરસાદ (Rain) માહોલ જામ્યો છે ત્યારે વરસાદ (Rain)ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ (Rain) પડી શકે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકોમાં આગામી સમયમાં વરસાદ (Rain)નું જોર વધી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, પાટણ, સિધ્ધપુર, વિસનગરમાં સારો વરસાદ (Rain) પડે તેવી શક્યતાઓ છે.
હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ વડોદરા ગાંધીનગર સહિત રાજ્યના મોટા શહેરોમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદ વિદાય લેશે ત્યાં સુધી વરસાદ પડતો રહેશે.
મળતી માહિતી મુજબ રાજયમાં હજુ 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદ (Rain)ને લઇને આગાહી કરી છે તે માટે માછીમારો અને 20 થી 21 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ સહિત અનેક વિસ્તારોમાં હળવો વરસાદ (Rain) પડે તેવી શક્યતાઓ છે.
આંસુઓનો વરસાદ : વીજળી (Lightning) પડતાં દાહોદમાં 1, પંચમહાલમાં 1 અને રાજકોટમાં 2 ના મોત
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક હાઇવે અને અનેક ઓવરબ્રિજ જો તૂટી પડ્યા છે. ગુજરાત રાજ્યમાં હજુ આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.”