તમામ નવનિયુક્ત Minister ને CMનો આદેશ
15 દિવસ સુધી ગાંધીનગર ન છોડવા તાકિદ
Minister ને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સૂચના
ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળના શપથગ્રહણ બાદ હવે સરકાર એક્શનમાં આવી છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નવનિયુક્ત Ministerઓને આદેશ આપ્યા છે
તમામ નવનિયુક્ત Minister ને CM નો આદેશ
રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ Minister ને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં Minister ને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સુચના પણ આપી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ કરતા Minister ને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. તેમજ મંત્રીઓને આગામી બજેટના કામની સમીક્ષા કરવા સહિતની કામગીરી પર ચર્ચા કરવાના આદેશ આપી દેવાયા છે.
મંત્રી મંડળને 100 ટકા પર્ફોમન્સ આપવાના નિર્દેશ
મહત્વનું છે કે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા મોટા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે હવે નવ નિયુક્તમંત્રીઓના શિરે મહત્વની જવાબદારી સોંપવામાં આવતા હવે તમામ મંત્રી મંડળને 100 ટકા પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ છે ગુજરાતનું ઐતિહાસિક અને અત્યાર સુધી ક્યારેય ન જોયું હોય તેવું મંત્રીમંડળ ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોના ઈતિહાસ પર નજર નાંખીએ તો આવું મંત્રીમંડળ ક્યારેય નહીં આવ્યું હોય કેબિનેટ કક્ષાના 10 Minister એ પદ અને ગોપનીતિયાતાના શપથ લીધા.
Train લેટ થવાના કારણે ફ્લાઈટ છૂટી ગઈ, કોર્ટે રેલ્વે પર 30 હજારનો દંડ ફટકાર્યો
Minister ને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સૂચના
આ 10 Minister માં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, કિરિટસિંહ રાણા, પૂર્ણેશ મોદી સિવાય કોઈ કેબિનેટ મંત્રીને વહીવટી અનુભવ નથી.પાંચ Minister સિવાય બાકીના પાંચ એકદમ કોરી સલેટ છે.સરકારના કોઈ પદ પર તેઓ રહ્યા નથી.ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જૂનસિંહ ચૌહાણ ક્યારેય સરકારમાં કોઈ પદ શોભાવ્યું નથી.અને સીધું તેમને કેબિનેટ જેવું મોટું મંત્રાલય અપાયું છે.તો રાજ્યકક્ષાનો જેમને સ્વતંત્ર હવાલો સોંપાયો છે તેવા પાંચ મંત્રીઓમાં એક પણ અનુભવી નથી.હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને મનીષા વકીલ એકદમ નવા છે.હા તેમની પાસે અનુભવ છે તો માત્ર ધારાસભ્યનો.પરંતુ સરકાર ચલાવવાનો કોઈ જ જ્ઞાન નથી.તેમ છતાં રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો તેમને સોંપી બહૂ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપનું મિશન 2022
જો કે તેમની પાસે અમદાવાદ કોર્પોરેશન અને ઔડામાં કામ કરવાનો અનુભવ છે.પરંતુ તેઓ પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને સીધા મુખ્યમંત્રી બન્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હંમેશા કંઈક નવું કરવા અને સરપ્રાઈઝ આપવા માટે જાણિતા છે.આ વખતનું મંત્રીમંડળ પણ સરપ્રાઈઝ છે.મુખ્યમંત્રી પણ સરપ્રાઈઝ છે.