ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે તેમની ગાડીઓનો કાફલો પસાર થાય ત્યારે રસ્તામાં ટ્રાફિકને લાંબા સમય સુધી રોકવાનો નથી. સલામતી રક્ષકોને તેમણે આવી સૂચના આપી દીધી છે. કોઇપણ મહાનુભાવ શહેર કે ગ્રામ્ય વિસ્તારના માર્ગ અથવા તો કોઇપણ હાઇવે પરથી પસાર થાય છે ત્યારે 15 થી 20 મિનિટ સુધી ટ્રાફિકને અટકાવી રાખવામાં આવતો હોય છે.
ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફિક જામ રહેવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે મારો કાફલો જ્યાંથી પસાર થાય ત્યાં ટ્રાફિકને વધારે સમય સુધી રોકવામાં ન આવે, કારણ કે લોકોને તેનાથી મુશ્કેલી થતી હોય છે. તેમણે તેમના સલામતી રક્ષકો તેમજ પ્રોટોકોલ વિભાગને આવી સૂચના આપી છે. આ અગાઉ વિજય રૂપાણીએ પણ તેમના સલામતી રક્ષકોને આવી સૂચના આપી હતી પરંતુ થોડાં સમય પછી સુરક્ષાના કારણોથી તેને ધ્યાને લેવામાં આવતી ન હતી.
CM નો કાફલો જ્યાંથી પસાર થતો હોય છે ત્યાં પાંચ મિનિટ પહેલાં ટ્રાફિક રોકી રાખવામાં આવે છે. એટલું જ નહીં તેઓ પસાર થયા પછી પણ પાંચ મિનિટ સુધી ટ્રાફિક ખૂલતો નથી. શહેરના ભરચક માર્ગો અથવા તો વાહનોથી ધમધમતા હાઇવે પર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળતી હોય છે. મહાનુભાવ પસાર થયા પછી ટ્રાફિકની જે મુશ્કેલી ઉભી થાય છે તેને કન્ટ્રોલ કરવામાં ટ્રાફિક કર્મચારીઓ પણ ઘણીવાર ઓછા પડતા હોય છે.
સૌરાષ્ટ્રમાં ધડાકા સાથે આકાશ માં લાઈટ દેખાઈ : લોકોમાં ભારે આશ્ચર્ય
રાજ્યના 17મા CM દાદા ભગવાન અને ત્રિમંદિરના ભક્ત છે. લોકોના પ્રશ્નો સાંભળવાની અને તેનો નિકાલ કરવાની તેમની આદત છે. મુલાકાતીઓ સાથે નિખાલસતાથી તેઓ વાતો કરતા હોય છે પરંતુ સુરક્ષાના કારણોસર તેમના કમાન્ડો અને પોલીસ તેમની ઘેરી લેતી હોય છે અને સુરક્ષાના કવચમાં તેઓ ફીટ થઇ જાય છે.