કોરોના વાયરસની મહામારીના કારણે વર્ષ 2020 માં ઘણા કોર્પોરેટ ક્ષેત્રોમાં Job ને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મહામારીના સમયગાળા દરમિયાન ઘણા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં નોકરીમાંથી લોકોનો છૂટા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોના મહામારીને આશરે દોઢ વર્ષ પૂરા થયા છે, ત્યારે ઘણા ક્ષેત્રોમાંથી નોકરીઓને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.
નિષ્ણાંતો અનુસાર જ્યારે આપણે ત્રીજી લહેરની શક્યતાઓ સેવી રહ્યા છીએ ત્યારે ભારત ધીમે ધીમે તેમાંથી બહાર આવી રહ્યું છે અને યુવા પ્રતિભાઓને નોકરી આપી રહ્યું છે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરી રહ્યું છે. કોરોના વાયરસની મહામારીમાં આ પરિવર્તન આવ્યું છે. આઈટી કંપનીઓની નોકરીઓમાં 150થી લઈને 300 ટકા માંગ વધી છે. અહીં સુધીને લિંક્ડ ઈન પર પણ એક સામાન્ય નોકરીની શોધ તમને નોકરીના ખાલી પદના સંદર્ભમાં અલગ-અલગ વિભાગોમાં રિપોર્ટ કરવામાં આવેલા આંકડા વિશે ખ્યાલ આપશે.
ઈન્ડીપ રિપોર્ટ મુજબ, તેણે ભારતના Job માર્કેટ પર કોરોના મહમારીની અસરનું અસરકારક રીતે વિશ્લેષણ કર્યું. રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે આઇટી પ્રોફેશનલ્સની માંગ 400 ટકા જેટલી વધી છે. 2020 માં કોરોના મહામારીની શરૂઆતમાં નિગમો અને સંસ્થાઓના કામકાજની પ્રતીક્ષા અને નિરીક્ષણની શૈલી અપનાવી હતી જે આ મહામારી દ્વારા પ્રેરિત ભારે અનિશ્ચિતતાને કારણે જરૂરી હતું. જૂન 2020માં સંક્રમણની પ્રથમ લહેર પીક પર હતી એ દરમિયાન થોડા મહિનાઓ પહેલા ભરતીમાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. રેકોર્ડ ટેકનિકલ નોકરીઓમાં ખાલી જગ્યાઓ વિશિષ્ટ કૌશલ્ય કેન્દ્રિત નોકરીઓ માટેની જરૂરિયાતોમાં પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. એપ્લીકેશન ડેવલપર, લીડ કન્સલ્ટન્ટ, સેલ્સફોર્સ ડેવલપર અને સાઇટ રિલાયબિલિટી એન્જિનિયર જેવી ટેકનિકલ Job ની માંગમાં 150-300 ટકાનો વધારો થયો છે. જે જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીની સૌથી વધુ માંગવાળી નોકરીઓ બની છે.
આ સમાચાર માત્ર ભરતી સુધી મર્યાદિત નથી પરંતુ કોર્પોરેટ કંપનીઓ ગત વર્ષની સરખામણીએ વધારે પગાર ઓફર કરી રહી છે. કંપનીઓ વધારે પગાર આપી રહી છે અને યુવાઓ પણ હવે વધુ અપેક્ષા રાખે છે. રિપોર્ટમાં ફુલ-સ્ટેક એન્જિનિયર્સના પગાર વધારાની અપેક્ષાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, કંપનીઓ 70-120 ટકાની રેન્જમાં પગાર વધારો ઓફર કરી રહી છે. જે ગયા વર્ષે જે ઓફર કરવામાં આવી હતી તેના કરતા ઘણો વધારે છે. છેલ્લે પગાર વધારો 20-30 ટકા આસપાસ રહેતો હતો.
મનુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જીવશે !! લાંબી આયુષ્યનું રહસ્ય મળી ગયું
IT સર્વિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે મહિલા કર્મચારીઓ માટે પોતાનું સૌથી મોટું ભરતી અભિયાન શરુ કર્યું છે જે પોતાની કારકિર્દીમાં બ્રેક લીધા પછી નોકરી શોધી રહી છે.
આનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2022 માં સમગ્ર આઇટી ક્ષેત્ર માટે કુલ વેતન બિલ 1.6-1.7 અબજ ડોલર વધશે. યોગ્ય કુશળતા ધરાવતા કર્મચારીઓ માટે એક સુવર્ણ સમય છે જે નવી Job શોધી રહ્યા છે અને સારો પગાર મેળવવા માંગે છે.