રાજકોટ એરપોર્ટમાં હાલ 122 સીટની ક્ષમતાવાળા એરક્રાફટ ઉડાન ભરી રહ્યા છે, સૌપ્રથમ 12/150 મુસાફરોની કેપેસીટી ધરાવતા બીગ એરબસ એરક્રાફટ A-320 મુંબઈ-રાજકોટ-મુંબઈની ઉડાનમાં સફળતાથી લેન્ડીંગ અને ટેક ઓફ થયુ હતું
શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થાય તે પહેલા એરબસ ઉડવા લાગ્યા છે. જેમાં પ્રથમ વખત A-320 નીયો સીરીઝનું મોટુ એરબસ લેન્ડ થયું હતું. એરપોર્ટ રન-વેની લંબાઈ વધ્યા બાદ એરબસ ઉતરે તેવી સુવિધા ઉપલબ્ધ થતા કાલે રાત્રે મુંબઈથી સૌ પ્રથમ A-320 નીયો સીરીઝનું મોટુ એરબસ રાજકોટ એરપોર્ટ પર લેન્ડીંગ થતા વોટર કેનનની સલામી આપી હતી. સાથે જ અને કેપ્ટનનાં મોઢા મીઠા કરાવાયા હતા.
રાજકોટ એરપોર્ટમાં હાલ 122 સીટની ક્ષમતાવાળા એરક્રાફટ ઉડાન ભરી રહ્યા છે. જેમાં એર ઈન્ડીયાનાં નિયો સીરીઝના A-320 એરક્રાફટનું સૌ પ્રથમવાર મુંબઈથી આવેલા રાજકોટ એરપોર્ટ પર રાત્રીનાં 8-05 મીનીટે લેન્ડીંગ થતા રન-વે પર વોટર કેનનથી સલામી અપાતા મુસાફરો રોમાંચીક થયા હતા. એર ઈન્ડીયા રાજકોટ બ્રાંચનાં મેનેજર શર્માનાં જણાવ્યા પ્રમાણે રાજકોટમાં એ-320 નીયો સીરીઝનું એરબસનું લેન્ડીંગ થયા બાદ પાયલોટનું સ્વાગત કરી મોઢા મીઠા કરાવાયા હતા.
રાજકોટ માટે ખુશીની વાત એ છે કે સૌપ્રથમ 12/150 મુસાફરોની કેપેસીટી ધરાવતા બીગ એરબસ એરક્રાફટ મુંબઈ-રાજકોટ-મુંબઈની ઉડાનમાં સફળતાથી લેન્ડીંગ અને ટેક ઓફ થયુ હતું. આ એરક્રાફટમાં રાજકોટથી મુંબઈ જવા 9 બીઝનેસ કલાસ અને 108 ઈકોનોમી કલાસના મુસાફરોએ ઉડાન ભરી એરક્રાફટની મુસાફરી માણી હતી. અને એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત થતા મુસાફરો રોમાંચિત થઈ ઉઠયા હતા.