ટૂંક સમયમાં જ દેશને પ્રથમ Electric Highway મળી શકે છે. સરકાર દિલ્હીથી જયપુર વચ્ચે Electric Highway બનાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના દૌસામાં હાલમાં જ એની ઘોષણા કરી હતી. આ હાઈવે પર તમામ ઈલેક્ટ્રિક વાહન જ ચાલશે. એનાથી પૈસા પણ બચશે અને પ્રદૂષણ પણ ઘટશે. કેન્દ્રીય મંત્રીની આ ઘોષણાને દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના માર્ગમાં મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
સમજીએ, Electric Highway કેવો હોય છે? એ કેવી રીતે કામ કરે છે? એનાથી તમને શું ફાયદો થશે? અને દુનિયામાં ક્યાં-ક્યાં Electric Highway પર કામ ચાલી રહ્યું છે?
સૌપ્રથમ સમજીએ Electric Highway હોય છે શું?
સરળ ભાષામાં સમજીએ તો એવો હાઈવે, જેના પર ઈલેક્ટ્રિક વાહન ચાલતા હોય. તમે ટ્રેન પર એક ઈલેક્ટ્રિક વાયર જોયો હશે. ટ્રેનના એન્જિનથી આ વાયર એક આર્મ દ્વારા કનેક્ટ થાય છે, જેનાથી સમગ્ર ટ્રેનને ઈલેક્ટ્રિસિટી મળે છે. આ રીતે હાઈવે પર પણ ઈલેક્ટ્રિક વાયર લગાવવામાં આવશે. હાઈવે પર ચાલનારાં વાહનોને આ વાયર્સથી ઈલેક્ટ્રિસિટી મળશે. એને જ ઈ-હાઈવે એટલે કે Electric Highway કહેવામાં આવે છે. આ હાઈવે પર ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે થોડા-થોડા અંતરે ચાર્જિંગ પોઈન્ટ પણ હશે.
ક્યાં બનાવવામાં આવી રહ્યો છે?
નીતિન ગડકરી કહે છે કે દેશનો પ્રથમ ઈ-હાઈવે દિલ્હી અને જયપુર વચ્ચે બનાવવામાં આવશે. 200 કિમી લાંબા આ હાઈવેને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જ એક નવી લેન પર બનાવવામાં આવશે. આ લેન સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક હશે અને એમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનો જ ચાલશે. સરકાર તેના માટે સ્વીડનની કંપનીઓ સાથે વાત કરી રહી છે. સંપૂર્ણપણે તૈયાર થયા પછી એ દેશનો પ્રથમ ઈ-હાઈવે બનશે.
ઈ-હાઈવેથી તમને શું ફાયદા થશે?
ઈ-હાઈવેની સૌથી મોટી ખાસિયત એમાં વાહનોની સસ્તી અવરજવર છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઈ-હાઈવેથી લોજિસ્ટિક કોસ્ટમાં 70%નો ઘટાડો આવશે. હાલ ચીજોની કિંમતોમાં વધારાનું એક મોટું કારણ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે. જો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો થાય તો ચીજો સસ્તી થઈ શકે છે.
એ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી હશે. વાહનોને ચલાવવા માટે ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવામાં આવશે, જે પેટ્રોલ-ડીઝલના મુકાબલે સસ્તી હશે અને પર્યાવરણ માટે પણ ઓછી હાનિકારક હશે.
પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે. મોંઘાં પેટ્રોલ-ડીઝલને કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધી છે. આ સાથે જ પેટ્રોલ-ડીઝલ પર્યાવરણ માટે પણ હાનિકારક છે.
કઈ રીતે કામ કરે છે Electric Highway?
દુનિયાભરમાં ત્રણ અલગ-અલગ પ્રકારની ટેક્નોલોજી ઈ-હાઈવે માટે ઉપયોગમાં લેવાય છે. ભારત સરકાર સ્વીડનની કંપનીઓ સાથે વાત કરી રહી છે, આથી માનવામાં આવે છે કે સ્વીડનમાં જે ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે એ ભારતમાં પણ હશે.
સ્વીડનમાં પેન્ટોગ્રાફ મોડલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ભારતમાં ટ્રેનોમાં પણ ઉપયોગમાં લેવાય છે. તેમાં સડકની ઉપર એક વાયર લગાવાય છે, જેમાં ઈલેક્ટ્રિસિટી ફ્લો થાય છે. એક પેન્ટોગ્રાફ દ્વારા આ ઈલેક્ટ્રિસિટીને વાહનમાં સપ્લાઈ કરવામાં આવે છે. આ ઈલેક્ટ્રિસિટી ડાયરેક્ટ એન્જિનને પાવર આપે છે કે વાહનમાં લાગેલી બેટરીને ચાર્જ કરે છે.
આ ઉપરાંત કન્ડક્શન અને ઈન્ડક્શન મોડલનો પણ ઉપયોગ થાય છે. કન્ડક્શન મોડલમાં સડકની અંદર જ વાયર લાગેલો હોય છે, જેના પર પેન્ટોગ્રાફ ટકરાતો ચાલે છે.
કન્ડક્શન મોડલ પર બનેલો ઈ-હાઇવે. એમાં વ્હીકલના પાછલા હિસ્સામાં પેન્ટોગ્રાફ લાગેલો હોય છે, જે સડક પર બિછાવેલા ઈલેક્ટ્રિક વાયરમાંથી સપ્લાય લે છે.
કન્ડક્શન મોડલ પર બનેલો ઈ-હાઇવે. એમાં વ્હીકલના પાછલા હિસ્સામાં પેન્ટોગ્રાફ લાગેલો હોય છે, જે સડક પર બિછાવેલા ઈલેક્ટ્રિક વાયરમાંથી સપ્લાય લે છે.
ત્રીજું ઈન્ડક્શન મોડલ. એમાં કોઈ વાયર હોતો નથી. ઈલેક્ટ્રોમેગ્નેટિક કરંટ દ્વારા વાહનને ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરવામાં આવે છે.
ઈન્ડક્શન મોડલમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ દ્વારા વાહનને ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરવામાં આવે છે. એનો ઉપયોગ અત્યંત ઓછો થાય છે.
ઈન્ડક્શન મોડલમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ દ્વારા વાહનને ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરવામાં આવે છે. એનો ઉપયોગ અત્યંત ઓછો થાય છે.
સ્વીડન અને જર્મનીમાં જે ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ થાય છે, એમાં હાઈબ્રિડ એન્જિન હોય છે, એટલે કે તેઓ ઈલેક્ટ્રિસિટીની સાથે સાથે પેટ્રોલ-ડીઝલથી પણ ચાલી શકે છે.
શું ઈ-હાઈવે પર કાર-જીપ જેવા પર્સનલ વ્હીકલ પણ ચલાવી શકાશે?
સ્વીડન, જર્મની જેવા દેશોમાં તેમનો ઉપયોગ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કરવા માટે જ થાય છે. પર્સનલ વ્હીકલ, જેમ કે કાર, જીપ ઈલેક્ટ્રિસિટીથી ચાલે તો છે પણ તેમને બેટરીથી ઓપરેટ કરવામાં આવે છે. ડાયરેક્ટ સપ્લાય માત્ર ટ્રક અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ થઈ રહેલાં વાહનોમાં આપવામાં આવે છે. જો તમારું પર્સનલ વ્હીકલ ઈલેક્ટ્રિક છે તો તમે આ હાઈવેનો ઉપયોગ કરી શકશો. તમારી સુવિધા માટે દરેક થોડા અંતરે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે, જ્યાં તમે તમારું વાહન ચાર્જ કરી શકો છો.
આ માર્ગમાં પડકારો શું છે એ પણ સમજી લો
સૌથી મોટો પડકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની છે. Electric Highway બનાવવાનો ખર્ચ સામાન્ય રોડના મુકાબલે વધુ આવે છે, સાથે જ શરૂઆતમાં સમગ્ર દેશમાં આવા હાઈવેનું નેટવર્ક સર્જવું મોટો પડકાર છે. આ કામ અત્યંત ખર્ચાળ છે અને એમાં સમય પણ વધુ લાગે છે.
માત્ર Electric Highway બનાવવાનું જ પૂરતું નથી. એના પર ચાલનારા ઈલેક્ટ્રિક વાહન પણ હોવાં જોઈએ. પેટ્રોલ-ડીઝલથી ચાલી રહેલાં વાહનોને ઈલેક્ટ્રિક વાહનો સાથે રિપ્લેસ કરવામાં વર્ષો લાગી શકે છે.
ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવી એ જ ખુદ જટિલ ટાસ્ક છે. આ પ્રોસેસ દરમિયાન અનેક પ્રકારનાં ખતરનાક કેમિકલ રિલીઝ થાય છે. ઉપયોગ પછી પણ આ પર્યાવરણ માટે હાનિકારક હોય છે. પર્યાવરણ કાર્યકર્તા આ મામલો અનેકવાર ઉઠાવી ચૂક્યા છે. આ સાથે જ વ્હીકલમાં લાગેલી બેટરીઓ મોંઘી હોય છે.
દુનિયાના અન્ય કયા-કયા દેશોમાં છે ઈ-હાઈવે?
ઈલેક્ટ્રિક હાઈવનો ઉપયોગ સ્વીડન અને જર્મનીમાં થઈ રહ્યો છે. સ્વીડન ઈ-હાઈવે શરૂ કરનારો દુનિયાનો પ્રથમ દેશ છે. સ્વીડને 2016માં ઈ-હાઈવેની ટ્રાયલ શરૂ કરી હતી અને 2018માં પ્રથમ ઈ-હાઈવે શરૂ કર્યો.
સ્વીડન પછી જર્મનીએ 2019માં Electric Highwayની શરૂઆત કરી. આ હાઈવે 6 માઈલ લાંબો છે. આ હાઈવે ઉપરાંત જર્મનીએ બસો માટે વાયરલેસ ઈલેક્ટ્રિક રોડ પણ બનાવ્યો છે. સ્વીડન અને જર્મનીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. બ્રિટન અને અમેરિકામાં પણ ઈ-હાઈવે પર કામ ચાલી રહ્યું છે.