General Motors ઘણા મહિનાઓની રાહ જોયા પછી આખરે GMX Hummer SUVને ઈલેક્ટ્રીક અવતારમાં લોન્ચ કરવાની છે. અમેરિકામાં GMC Hummer SUV EV ગઈકાલે ડેબ્યૂ કરી દેવામાં આવી છે. દિગ્ગજ અમેરિકન કાર કંપનીના કહેવા પ્રમાણે, Hummer ઈવી પોતાની રીતની પહેલી સુપર ટ્રક છે, જે પોતાનો રસ્તો જાતે બનાવશે અને કોઈ પણ એર પોલ્યુશનલ પણ નહીં કરશે. એક સમય હતો જ્યારે Hummer ધનવાન અને જાણીતા લોકોની પહેલી પસંદ રહેતી હતી પરંતુ તેનું એન્જિન ઘણું પેટ્રોલ અથવા ડિઝલ ખાતું હતું જેથી તેના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ હવે Hummerનો આ ઈવી અવતાર વાતાવરણને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં.
તો ચાલો જાણી લઈએ તેના અંગે કેટલીક વાતો. GMC Hummer SUV EVમાં 35 ઈંચના 4 મોટી સાઈઝના વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જેનાથી તે 2 ફૂટ ઊંડા પાણીમાં પણ ચાલી શકશે અને 18 ઈંચની ઊંચાઈ પર ચઢી શકશે. તે સિવાય આ SUVમાં 18 કેમેરા આપવામાં આવ્યા છે, જેનાથી આ GMC Hummer SUV EV દરેક રીતે ઉબડ ખાબડ રસ્તાઓ અને કારની નીચે પણ ધ્યાન રાખી શકે છે.
GMC Hummer SUV EVનું ઈન્ટિરીયર જૂના મોડલોમાંથી એકની યાદ અપાવે છે. તેમાં એવા જ મોટા બોલ્ડ જિયોમેટ્રીક શેપમાં મોટ વિન્ડશીલ્ડ આપ્યા છે. કેબિનમાં આગળ અને પાછળ ક્લિયરન્સ લાઈટ્સ પણ આપવામાં આવી છે. કેબિનના ડેશબોર્ડમાં 13.4 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન, 12.3 ઈંચનો કસ્ટમાઈઝ્ડ ડિજીટલ ડિસપ્લે મળે છે. તેની સાથે જ એસયુવીમાં 14 સ્પીકર બોઝ સેન્ટરપોઈન્ટ ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે, જે સ્ટાન્ડર્ડ રૂપમાં મળશે. તેમાં એક ઈનફિનિટી રૂફ ડિઝાઈન મળે છે, જે રિમુવેબલ રૂફ પેનલ, આઈ-બાર માઉન્ટિંગ ફ્રેમ સાથે આવે છે. તેમાં રિયર પાવર રિયર વિન્ડો આપવામાં આવી છે જે એક ઓપન-કન્વર્ટીબલ ઓપન-એર ડ્રાઈવિંગનો અહેસાસ આપે છે.
GMC Hummer SUV EVમાં ત્રણ ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે, જેમાં બે પાછળ અને એક આગળ છે. GMCનો દાવો છે કે આ મોટર 1000 hp અને 15591 nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 3 સેકન્ડમાં 0 થી 96 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ SUVમાં ક્રેબવોક મોડ આપવામાં આવ્યો છે. જેનાથી બધા ચારે પૈડાઓને ઘણી ડિગ્રી સુધી એક જ દિશામાં વાળીને ચલાવી શકાશે. જેનાથી આ ટ્રક આગળ વધતી વખતે બગલમાં ખસી શકે છે અને રસ્તામાં આવતી રુકાવટોથી બચી શકે છે.