ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ધોરણ 12 સાયન્સ પછી વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જીનિયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમ એન્ટરન્સ ટેસ્ટ તરીકે GUJCET ને ફરજિયાત કરવાની જોગવાઈ કરી છે.
જે મુજબ હવે રાજ્યમાં વર્ષ 2021 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓ માટે GUJCET ની પરીક્ષા તા. 06-08-2021ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
GUJCET ની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ- 06/08/2021-શુક્રવાર
સમય- સવારે 10.00થી 4.00 કલાક
સ્થળ- જિલ્લા કક્ષાના કેન્દ્રો
GUJCET ની પરીક્ષામાં અહીં આપેલા વિષયના બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે, તેની સામે દર્શાવેલા ગુણો અને સમય રહેશે.
ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે, 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR આન્સર સીટ પણ 80 પ્રત્યુતરની રહેશે..
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની આન્સર સીટ પણ અલગ રહેશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિત પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મીનિટનો સમય આપવામાં આવશે. આન્સર સીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતર રહેશે.
રાજ્યમાં આજે ધો. 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
રાજ્યમાં આજે ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 652 કેન્દ્રોમાં 5.52 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 2 હજાર 472 બિલ્ડિંગોમાં 23 હજાર 30 બ્લોકમાં પરીક્ષાનું આયોજન થશે. જેમાં સૌથી વધુ ધોરણ 10માં 3.78 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
હવેથી Driving School પણ License આપી શકશે પરંતુ સરકારની શરતો ખુબ અઘરી
દરેક વર્ગમાં 20-20 વિદ્યાર્થીઓને બેસાડાશે
ધો.10-12ની રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે રદ થયા બાદ બોર્ડ માટે કોરોનાની ગાઈડલાઈન સાથે આ પરીક્ષા ખૂબ જ મહત્વની છે અને જેમાં દરેક વર્ગમાં 20-20 વિદ્યાર્થીઓને બેસાડાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક્શન પ્લાન મુજબ ધો.10માં કુલ 3 લાખ 78 હજાર 431 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં ખાનગી રીપિટર તરીકે 15 હજાર 90 વિદ્યાર્થીઓ છે, આઈસોલેટેડ 52 હજાર 90 અને બાકીના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ રીપિટર છે. અને રાજ્યના કુલ 70 ઝોનમાં 579 કેન્દ્રોમાં 1 હજાર 885 બિલ્ડીંગોના 17 હજાર 080 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
ધોરણ 12 સાયન્સમાં કુલ 32 હજાર 703 રીપિટર વિદ્યાર્થીઓ
ધોરણ 12 સાયન્સમાં કુલ 32 હજાર 703 રીપિટર વિદ્યાર્થીઓ છે અને જે રાજ્યના કુલ 35 ઝોનમાં મુખ્ય 34 જિલ્લા કેન્દ્રોમાં 156 બિલ્ડીંગના 1 હજાર 586 બ્લોકમાં પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 1 હજાર 334 અને ગ્રામ્યમાં 807 વિદ્યાર્થીઓ 12 સાયન્સની પરીક્ષા માટે નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 1 લાખ 41 હજાર 301 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10 અને 12ની રીપિટર -ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષામાં પણ જેલના કેદી પરીક્ષા આપશે. અમદાવાદ સહિતના મુખ્ય ચાર શહેરોની જેલમાંથી ધો.10-12માં 151 કેદી પરીક્ષા માટે નોંધાયા છે. જેમાં ધો.10માં અમદાવાદમાં 34,વડોદરામાં 32, રાજકોટમાં 18 અને સુરતમાં 17 કેદી સહીત કુલ 101 કેદી પરીક્ષા આપશે.જ્યારે ધો.12માં અમદાવાદમાં 15,વડોદરામાં 10, રાજકોટમાં 9 અને સુરતમાં 8 સહિત 42 કેદી પરીક્ષા આપશે.