તમે કાફેમાં બેઠા હોવને Robot સમોસા-ચા કે કોફી લઇને આવે તો નવાઇ પામશો નહી. અમદાવાદ શહેરમાં સાયન્સ સિટીમાં રોબો કાફે તૈયાર કરાયુ છે જયાં Robot શેફ વિવિધ વાનગીઓ તૈયાર કરશે અને Robot વેઇટર્સ મુલાકાતીઓને આપેલા ઓર્ડર મુજબ વાનગીઓ પિરસશે. આજની ફાસ્ટ લાઇફમાં હવે રોબોનો રોંજીદા જનજીવનમાં ઉપયોગ થવાનુ શરૂ થઇ રહ્યુ છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ રોબો કાફે હશે જયારે રસોડામાં સેફ અને કાફમાં વેઇટર્સ પણ Robot જ હશે. આ અનોખા રોબો કાફેનું તા.૧૬મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.
રૂા.૧૨૭ કરોડના ખર્ચે અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાયુ…
સાયન્સ સિટી પરિસરમાં રૂા.૧૨૭ કરોડના ખર્ચે ૧૧ હજાર સ્કેવર મિટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાયુ છે.આ રોબોટિક ગેલેરીમાં ૭૯ પ્રકારના લગભગ ૨૦૦થી વધુ Robot મૂકવામાં આવ્યા છે.
સાયન્સ સિટીના મુલાકાતે આવનારાં માટે રોબોટિક ગેલેરીમાં જ રોબો કાફે બનાવવામાં આવ્યુ છે જેમાં ૪૦ જણાં બેસીને ચા-નાસ્તો કરી શકશે. આ રોબો કાફેની વિશેષતા એ છેકે, અહીં મુલાકાતીઓએ સ્ક્રિન પર સીટ પસંદ કરી ઓનલાઇન ઓર્ડર આપવાનો રહેશે જેથી રસોડામાં રોબો શેફ જે તે વાનગી બનાવશે અને રોબો વેઇટર્સ તે જે સીટ પર જઇને વાનગી પિરસશે.
Robot શેફના હાથે શું શું વાનગી મળશે?
રોબો કાફેમાં Robot શેફના હાથે શું શું વાનગી મળશે તેનું મેનું પણ તૈયાર કરાયુ છે. રોબો કાફેમાં ચા, કોફી, રેડ પાસ્તા , સિઝવાન ફ્રાઇડ રાઇસ , દાળ ખિચડી અને મસાલા ઢોસાનો સ્વાદ માણવા મળશે. શરૂઆતમાં કાફેમાં ચાર રોબો વેઇટર્સ મુલાકાતીઓને ચા,નાસ્તો પિરસશે.
જયારે એક જ Robot શેફ બધાય વ્યજંન તૈયાર કરશે.સાયન્સ સિટીના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર એસ.ડી વોરા કહે છે કે, રોજીદા જીવનમાં હવે ટેકનોલોજીના માધ્યમથી Robot કેટલો ઉપયોગી થશે તે રોબો કાફેની એક જ મુલાકાત પરથી ખબર પડશે. રોબો માત્ર વિવિધ વ્યજંન તૈયાર કરશે અથવા વાનગી પિરસશે એટલું જ નહીં, રોબોટિક ગેલેરીમાં એવા ય રોબો મૂકાયાં છે જે મુલાકાતીઓ સાથે આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહભાવ સાથે વાતચીત પણ કરશે.
આ અનોખો રોબો કાફે ઉપરાંત રોબોટિક ગેલેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૬મીએ લોકો માટે ખુલ્લી મૂકશે. ગુજરાતીઓમાં માટે રોબો કાફે નજરાણુ બની રહેશે.
આ સમાચાર વાંચવા માટે આ લીંક પર ક્લિક કરો….
ATM માંથી પૈસા નહી હવે અનાજ નીકળશે, દેશના પહેલા અનાજ ATM ની શરૂઆત