આજકાલ સ્માર્ટ ફોનનો જમાનો આવી ગયો છે. દરેક લોકો પાસે ઓછામાં ઓછો એક સ્માર્ટ ફોન હશે. કેટલાક તો એવા લોકો છે જે દર ચારથી પાંચ મહિને ફોન બદલી નાંખે છે. કેટલાક શોખથી તો કેટલાક જરૂરિયાતથી પરંતુ કંઈપણ હોય આ રીતે કેટલાક મહિના બાદ નવો સ્માર્ટ ફોન ખરીદવો મોંઘો ( iPhone ) સોદો સાબિત થઈ શકે છે. એવામાં જો તમે નવો સ્માર્ટ ફોન ઈચ્છતા હો તો તેને ભાડા ઉપર પણ લઈ શકો છો. એટલું જ નહીં જો કોઈ ગ્રાહક ફ્લેગશીપ સ્માર્ટ ફોન ખરીદવા ઈચ્છતો હોય તો તે મોંઘો સ્માર્ટ ફોનને સસ્તા મંથલી ભાડા પર ખરીદી શકે છે. જણાવી દઈએ કે આ મંથલી ભાડું 369 રૂપિયાથી શરૂ થઈને 2થી 3 હજાર રૂપિયા સુધી હોય છે.
સ્માર્ટફોન ભાડે આપતી વેબસાઈટની મુલાકાત લો
જણાવી દઈએ કે ભાડા પર સ્માર્ટફોન લેવા માટે તમને ઘણી બધી વેબસાઈટ મળી જશે, જ્યાં સસ્તામાં ફોન ઉપલબ્ધ હશે. આ વેબસાઈટ્સ છે Paytmmall, rentomojo અને flexitrent જેવી વેબસાઈટ પર ફોન ભાડે મળી જશે. અહીં તમે મંથલી ભાડું ચૂકવીને ફોન ખરીદી શકો છો. એટલું જ નહીં. જો તમે આ ફોનનો પહેલા ટ્રાયલ કરવા ઈચ્છતા હોવ તો તમે એને 7 દિવસ માટે ફ્રી ટ્રાયલ સાથે ભાડે લઈ શકો છો. એમાં ફ્રી અપગ્રેડની સુવિધા પણ મળશે. ફોનને 6 થી લઈને 12 મહિનાથી વધુ અવધી માટે ભાડે લઈ શકો છો.
આવા હોય છે ફોનના ભાડા
તમે ગેલેક્સી નોટ 9 (Galaxy Note 9 ) સ્માર્ટફોન 1,949 રૂપિયાના માસિક ભાડા પર ખરીદી શકશો.
જો તમને Galaxy S10s (ગેલેક્સી એસ 10) સ્માર્ટફોન જોઈએ છે, તો પછી તમે માસિક ભાડું 1,639 રૂપિયા આપીને ખરીદી શકો છો.
Apple iphone XS Max (એપલ આઇફોન XS મેક્સ) ભાડે લેવા માટે તમારે માસિક 3,399 રૂપિયા ખર્ચ થશે.
Apple iPhone X સ્માર્ટ ફોનને તમે 2,869 રૂપિયાના માસિક ભાડા પર ખરીદવાની તક મળશે.
જો તમે રેડમી નોટ 6 પ્રો સ્માર્ટફોન ઈચ્છો છો તો તેને તમે 369 રૂપિયા માસિક ભાડા પર ઘરે લાવી શકશો.
OnePlus 7 Pro ને તમે 1,519 રૂપિયા માસિક ભાડા પર ઘરે લઈ શકશો. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરીઅન્ટને 3949 રૂપિયા માસિક ભાડે ખરીદવાનો ચાન્સ હશે.
આ સમાચાર વાંચવા માટે આ લીંક પર ક્લિક કરો…..
ગુજરાતમાં હવે Robotની કમાલ, ચા-કોફી લઈને Robot આવશે – રોબો કાફે તૈયાર