ગ્રાહકોને અનાજ લેવા માટે સરકારી ડેપો સામે લાઇન લગાવવી નહી પડે : હરિયાણા સરકાર ગ્રાહકોને Gurugram માં ‘અનાજ એટીમ’ ઉપલબ્ધ કરાવશે.
દેશનું પ્રથમ ‘અનાજ એટીએમ’ Gurugram માં પાયલોટ પ્રોજેકટના રૂપમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન એકવાર ફરી પાંચ સાત મિનિટની અંદર ૭૦ કિલો સુધી અનાજ નિકાળી શકે છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા એ કહ્યું કે હવે ગ્રાહકોને અનાજ લેવા માટે સરકારી ડેપો સામે લાઇન લગાવવી નહી પડે કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને ‘અનાજ એટીમ’ ઉપલબ્ધ કરાવશે.
દુષ્યંતએ કહ્યું કે હરિયાણાના Gurugram જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે દેશનું પ્રથમ ‘ગ્રેન એટીએમ સ્થાપવામાં આવ્યું છે. દુષ્યંત ચૌટાલા પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી પણ છે. તેમણે કહ્યું કે ‘અનાજ એટીમ’ની સ્થાપનાથી રાશનની માત્રાના સમય અને યોગ્ય માપ સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. દુષ્યંત ચૌટાલા એ અહીં એક સત્ત્।ાવાર નિવેદનમાં કહ્યું કે ‘આ મશીનને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય તે સુનિશ્વિત કરવાનો છે કે યોગ્ય માત્રા ઓછામાં ઓછી મુશ્કેલી અને સાચા લાભાર્થી સુધી પહોંચે.
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે ના ફકત ગ્રાહકોને લાભ થશે પરંતુ સરકારી ડેપોમાં અનાજની અછતની પરેશાની પણ સમાપ્ત થઇ જશે અને સાર્વજનિક અનાજ વિતરણ સિસ્ટમમાં પહેલાંની તુલનામાં વધુ પારદર્શિતા આવશે. તેમણે કહ્યું કે Gurugram જિલ્લાના ફર્રુખનગરમાં આ પાયલોટ પ્રોજેકટના સફળ સમાપાન બાદ રાજયભરના સરકારી ડેપોમાં ખાદ્ય આપૂર્તિ મશીને સ્થાપિત કરવાની યોજના છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘અનાજ એટીએમ’ એક સેલ્ફ ડ્રાઇવ મશીન છે જે બેંક એટીએમની માફક કામ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મશીનને સંયુકત રાષ્ટ્રના ‘વિશ્વ ખાદ્ય કાર્યક્રમ’ હેઠળ સ્થાપિત કરવામાં આવશે.
આ સમાચાર વાંચવા માટે આ લીંક પર ક્લિક કરો…..
વિદ્યાર્થીઓ GUJCET માટે તૈયાર !! શિક્ષણ બોર્ડે જાહેર કરી પરીક્ષાની તારીખ, આજે જ જાણો…