રાજ્યમાં Rain ખેંચાતા જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. Rain ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
તાત્કાલિક અસરથી છોડવા માટેની CM રૂપાણીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી
તારીખ ૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી પાણી છોડવા માટેની CM રૂપાણીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે.
રાજ્યમાં આ વર્ષે જળસંકટ ઊભું થાય તેવા એંધાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે જળસંકટ ઊભું થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. વર્ષની શરૂઆતમાં થયેલા વરસાદથી હરખાયેલા ખેડૂતોને સારો પાક ઉતરવાની આશા હતી તે હવે ચિંતામાં ફેરવાઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે Rainની કોઇ સંભાવના પણ નથી.
આ વર્ષે હજુ 12 ઈંચ સાથે સરેરાશ 36 ટકા જ Rain નોંધાયો
રાજ્યમાં Rainની સૌથી વધુ ઘટ પડી છે. ઓગસ્ટના પહેલા-બીજા અઠવાડિયા સુધીમાં તો 50 ટકા Rain વરસી ચૂક્યો હોય છે. પરંતુ આ વર્ષે હજુ 12 ઈંચ સાથે સરેરાશ 36 ટકા જ Rain નોંધાયો છે. Rainની ઘટ વધીને 44 ટકા થઈ છે. રાજ્યમાં આ વખતે સામાન્ય કરતાં ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હતો.
ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ પૂર્ણ થતાં સુધીમાં સરેરાશ કરતાં અડધાથી વધુ Rain વરસી જવાની અપેક્ષા હતી. પરંતુ તેના કરતાં વિપરિત છેલ્લાં ૭ વર્ષની સરખામણીએ આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ રહ્યું છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.